ગુજરાતની ચૂંટણી પહેલા લોભામણી વાતો, શું ભાજપ પણ ‘મફતની રેવડી’ વેચશે?

PC: ndtv.com

ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા વિધાનસભા ચૂંટણી પહેલા લોભામણી વાતોની લાઇન લાગી છે. સવાલ ઉઠે છે કે, શું રાજ્યમાં સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટી પણ મતદાતાઓને રીઝવવાની કોશિશ પર પોતાની પકડ બનાવી રહી છે. રાજકીય વિશ્લેષકો અનુસાર, પાર્ટીઓ મોટી મોટી વાતો કરી રહી છે, કારણ કે, તેઓ પોતે પોતાના ગજવામાંથી નથી આપી રહી અને આખરે આ વાતોને પોતાના કરદાતાઓના પૈસાથી પૂરી કરી રહી છે.

વિશ્લેષકો અનુસાર, ભાજપે હજુ સુધી એ રસ્તો અપનાવ્યો છે કે, તે લોકોને મફતની રેવડીઓ વેચવાની દોડમાં શામેલ નથી અને મતદાતોને આમ આદમી પાર્ટીની વાતોમાં ન આવવા માટે ચેતવી રહી છે. આમ આદમી પાર્ટીની ચૂંટણી રાજકારણમાં અપેક્ષાકૃત નવી પાર્ટી છે. તેનું આખું અભિયાન ભાજપને સત્તાથી બહાર કરવા અને વર્ષના અંતમાં થનારી વિધાન સભા ચૂંટણીમાં મજબૂત પ્રદર્શન કરવા માટે વ્યાપક મતદાતાઓને આકર્ષવા માટે કેન્દ્રિત છે.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દર મહિને 300 યૂનિટ સુધી મફત વિજળી, સરકારી સ્કૂલોમાં ફ્રી શિક્ષણ, બેરોજગારી ભત્તુ, મહિલાઓને 1000 રૂપિયાનું ભત્તુ અને નવા વકીલોને માસિક વેતન આપવા જેવી કેટલિક વાતોના આશ્વાસન સાતે પાર્ટીના અભિયાનની શરૂઆત કરી છે. કેજરીવાલ જ્યારે પણ ગુજરાત આવે છે, મતદાતાઓને ઓછામાં ઓછી એક નવી ગેરેન્ટી આપીને જાય છે.

આમ આદમી પાર્ટીને હરાવવાની કવાયતમાં કોંગ્રેસ પણ મતદાતાઓને રિઝવવામાં અને સત્તા પર ફરી આવવા માટે લાંબા સમયથી જોવાઇ રહેલી રાહને ખતમ કરવા માટે લોભામણી વાતો કરી રહી છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ થોડા દિવસો પહેલા રાજ્યમાં એક રેલીને સંબોધિત કરતા કહ્યું હતું કે, તેમની પાર્ટી લોકોને દરેક સગવડો આપશે, જેની આમ આદમી પાર્ટીએ પણ વાત કરી છે. તે સિવાય, તેમણે 500 રૂપિયામાં રસોઇ ગેસના સિલિન્ડર આપવા, કોવિડ – 19 પીડિતોને ચાર ચાર લાખ રૂપિયાની રકમ આપવા અને ખેડૂતોને ત્રણ લાખ રૂપિયા સુધી કરજ માફીની વાત કરી છે.

હવે દરેકની નજર ભાજપ પર ટકેલી છે અને મોટો સવાલ એ છે કે, શું ગુજરાતમાં બે દાયકાથી વધારે સમયથી સત્તામાં બેઠેલી ભાજપ પણ મતદાતાઓને લોભમણી મફતની રેવડીઓ વેચવાની દોડમાં શામેલ થઇ ગઇ છે કે પછી તે કોઇ અલગ રસ્તો અપનાવશે. ગુજરાતના મતદાતા તેની રાહ જોઇ રહ્યા છે કે, ભાજપ તેમને શું ઓફર આપશે.

અમદાવાદના રહેવાસી કોમલ ચિડવાણીએ કહ્યું કે, આ વખતે અમારી પાસે વિકલ્પ છે કે, જે વધારે વાતો કરશે, તેને વોટ આપીશું. આ વાતોના કારણે આ વખતે અંતિમ વિકલ્પને પસંદ કરવો મુશ્કેલ હશે. રાજકીય વિશ્લેષક હરિ દેસાઇએ કહ્યું કે, દરેક દળ મફતની રેવડીઓ વેચી રહ્યા છે. ભાજપે પહેલા એમ કહ્યું કે, પાર્ટીઓ પોતાના ગજવામાંથી કંઇ નથી આપવાની, તેથી તેમના માટે મોટી વાતો કરવી સરળ છે. તેમણે કહ્યું કે, ભાજપ અને કોંગ્રેસને મતદાતાઓનું સમર્થન હાંસલ કરવા માટે લોભામણી વાતો કરવી એ જૂની વાત છે.

દેસાઇએ કહ્યું કે, ભાજપ નેતા કહે છે કે, તેઓ નિશુલ્ક વેક્સીન, ગરીબોને મફત કરિયાણું આપી રહ્યા છે. તેમણે કરદાતાઓના પૈસાથી આ કર્યું છે. કોંગ્રેસ જ્યારે સત્તામાં હતી ત્યારે તેમણે ખેડૂતોના કરજ માફ કર્યા હતા અને કેટલીક મફતની રેવડીઓ વહેંચી હતી. તેમણ કહ્યું કે, ગુજરાતમાં મફતની રેવડીઓ વેચવાની ઘોષણાઓ શરૂ કરવા વાળી આમ આદમી પાર્ટીના નેતૃત્વમાં પંજાબ સરકારની સ્થિતિ જુઓ. તે સરકારી કર્મચારીઓને સમય પર વેતન પણ નથી આપી શકતી. દેસાઇએ મતદાતાઓને ચેતેલા રહેવા માટે કહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp