26th January selfie contest

ન્યુઝીલેન્ડમાં આ વ્યક્તિ સાથે થયું કઇંક એવું કે હવે ભારત આવ્યા સિવાય છુટકો નથી

PC: aajtak.intoday.in

ન્યુઝીલેન્ડમાં એક હિન્દુ વ્યક્તિએ એક સુપર માર્કેટમાંથી રોસ્ટેડ લેંબ ખરીદ્યુ હતું, આ લેંબ તેણે ખાઇ પણ લીધા, પરંતુ તેને પાછળથી ખબર પડી હતી કે આ રોસ્ટેડ લેંબના પેકેટમાં બીફ હતું. આથી આ વ્યક્તિએ સુપરમાર્કેટ પાસે શુદ્ધિકરણ માટે મોટા વળતરની માગ કરી છે.

મીડિયા હેવાલ અનુસાર, જસવિંદર પૌલ નામના વ્યક્તિ સાથે આ ઘટના થઇ હતી. તેણે શુદ્ધિકરણ માટે ભારત આવવાની વાત કહી છે અને તે માટે સુપરમાર્કેટ પાસે ખર્ચો માગ્યો છે.

જસવિંદરે ન્યુઝીલેન્ડના બ્લેનહીમ શહેરના કાઉન્ટડાઉન સ્ટોરમાંથી મીટ ખરીદ્યું હતું. સુપરમાર્કેટના પ્રવક્તાએ આ ઘટના પર દુખ દર્શાવતા કહ્યું હતું કે, તેમને 14 હજારનું ગિફ્ટ વાઉચર આપવામા આવ્યું હતું , પરંતુ તેમને લેવાથી ઇનકાર કરી દીધો હતો.

જસવિંદરે આ અંગે કહ્યું હતું કે, શુદ્ધિકરણ માટે મારે હવે ભારતમાં 4થી 6 અઠવાડિયા રોકાવું પડશે અને તે માટે તેણે પોતાની દુકાન પણ બંધ રાખવી પડશે. આથી, પોતાને થનારા અંદાજિત નુકસાનના વળતર માટે જસવિંદર કોર્ટના દરવાજા ખખડાવે તેવી શક્યતા છે.

20 વર્ષ પહેલા જસવિંદર ભારતથી ન્યુઝીલેન્ડ શિફ્ટ થયો હતો. જસવિંદરે કહ્યું હતુ કે, બીફ ખાવાની જાણકારી મળ્યા બાદથી મારા પરિવારજનો મારી સાથે વાત નથી કરી રહ્યા.

 

 

 

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp