કોરોના વાયરસ આપણા ફેફસામાં કેવી રીતે ઘૂસ મારે છે, વેક્સીન કેવી રીતે કામ કરે છે

PC: riversideonline.com

આપણે ખબર જ છે કે કોરોના વાયરસ આપણા નાક, મોઢા અને આંખથી શરીરમાં પ્રવેશે છે. હવે તે શરીરમાં પ્રવેશીને ગળાના ભાગ સુધી હોય તો વધારે નુક્સાન કરતો નથી પરંતુ જ્યારે ફેફસામાં ઘૂસ મારે છે તો આપણા શ્વાસ અદ્ધર થઇ જાય છે. કારણ કે ફેફસાની ઉપરનું પડ તેને ઘુસ મારવા માટે બહુ જ સારૂં હોય છે.

તો જાણીએ કે તે કેવી રીતે ફેફસામાં ઘૂસ મારે છે.

કોરોના વાયરસની બનાવટ જૂઓ તો તે એક બોલ જેવો દેખાય છે જેની ઉપર જાણે ફૂલો ઉગેલા છે. આ જે ફૂલો જેવી બનાવટ છે તેને સ્પાઇક પ્રોટીન કહેવામાં આવે છે. પરંતુ તે ખરેખર તો કાંટા છે. સાદી ભાષામાં કહીએ તો સ્પાઇક એટલે અણીદાર ખીલી. અણીદાર ખીલી જ આપણા ફેફસામાં જઇને ઘુસી જાય છે. ફેફસા ઉપર એવા રીસેપ્ટર હોય છે જે સ્પાઇક પ્રોટીનને આવકારે છે. આ રીસેપ્ટર પર જઇને સ્પાઇક પ્રોટીન ચોંટી જાય છે.

હવે તમે ધ્યાનથી જૂઓ તો વાયરસના બોલની અંદરની ભાગમાં એક સાપોલિયા જેવી બનાવટ હોય છે જેને આરએનએ કહે છે. જ્યારે અણીદાર ખીલી આપણા ફેફસામાં કાણુ પાડી દે છે તો વાયરસમાં રહેલો આરએનએ ફેફસાના કોષોમાં ઘુસી જાય છે.

તે ઘુસી તો ગયો પરંતુ અંદર જઇને તે ભારે ધમાલ મચાવે છે. કારણ કે આપણા કોષોમાં રાઇબોઝોમ નામની એક વસ્તુ આવે છે જે ઝેરોક્સ મશીનની જેમ કામ કરે છે. તે વાયરસના આરએનએ ને ઝડપથી કોપી કરીને વધારી દે છે. એટલે વાયરસની સંખ્યા ઝડપથી વધતી જાય છે.

પરંતુ આપણા ફેફસામાં આ ધમાલ મચાવે ત્યારે આપણું શરીર પણ ચુપચાપ બેસી રહેતું નથી. આપણા શરીરમાં જે ઇમ્યુન સિસ્ટમ છે તે એક્ટિવ થઇ જાય છે. એટલે કે વાયરસ સામે લડવા માટે સૈનિકોને દોડાવે છે. આ સમય દરમિયાન આપણને તાવ આવે છે. તાવ આપણને બતાવે છે કે આપણા શરીરમાં કોઇ દુશ્મન ઘુસી ગયો છે અને આપણ શરીરના સૈનિકો અંદર લડી રહ્યા છે.

આ લડાઇ દરમિયાન આપણું શરીર એન્ટીબોડીઝ બનાવે છે. આ એન્ટીબોડિઝ સ્પાઇક પ્રોટિન પર જઇને તેને ગુંગળાવી નાંખે છે. એટલે હવે વધી શકતું નથી. એટલે વાયરસ પણ વધી શકતો નથી. આમ ધીરે ધીરે એન્ટીબોડીઝ બન્યા પછી કોરોના વાયરસ નિયંત્રણમાં આવી જાય છે.

વેક્સીન પણ આ રીતે જ કામ કરે છે

વેક્સીન પણ આપણા શરીરમાં જઇને એન્ટીબોડિઝ બનાવે છે. આ એન્ટીબોડિઝ કોરોના વાયરસને ઘેરીના તેને પતાવી દે છે. વેક્સીનીની અંદર પણ આરએનએ જ હોય છે. આ આરએનએ એ પ્રકારનો હોય છે જે જે કોરોના વાયરસ જેવું જ બંધારણ ધરાવે છે પરંતુ તેને નબળો પાડી દેવામાં આવે છે પરંતુ તે જ્યારે શરીરમાં ઘુસે છે ત્યારે શરીર તેને દુશ્મન ગણીને એન્ટીબોડી બનાવવાનું શરૂ કરી દે છે. એટલે આપણને લક્ષણો આવતા નથી. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp