જાસૂસી માટે હથિયાર કઈ રીતે બની જાય છે સેક્સ, લોકો શા માટે ખોલી દે છે રહસ્ય?

PC: onmanorama.com

હનીટ્રેપનો પગપેસારો હવે કેન્દ્ર સરકારના ગુપ્ત વિભાગો સુધી થઈ ગયો છે. વિદેશ મંત્રાલય સાથે સંકળાયેલા એક ડ્રાઇવરના હની ટ્રેપમાં ફસાયા બાદ દેશભરમાં ચર્ચા થઈ રહી છે કે જો આટલા સંવેદનશીલ વિભાગોની સૂચનાઓ દાંવ પર છે તો બાકી જગ્યાઓની સ્થિતિ શું હશે. પોલીસે હનીટ્રેપ અને જાસૂસીની જાળમાં ફસાયેલા ડ્રાઇવરની તો ધરપકડ કરી લીધી છે પરંતુ, ઘણા સવાલો પણ ઉઠી રહ્યા છે. આરોપી ડ્રાઇવર ગુપ્ત જાણકારીઓ કોઈ બીજા વ્યક્તિને અજાણતા મોકલી રહ્યો હતો. તે અજાણતામાં જ પાકિસ્તાનની મહિલાને પ્રેમ કરી બેઠો હતો, જેનો ઈરાદો તેની સાથે પ્રેમ નહીં પરંતુ ગુપ્ત જાણકારીઓ મેળવવાનો હતો. પ્રેમના અંજામમાં તેને જેલ મળી અને હવે તેણે આખી જિંદગી જેલમાં વીતાવવી પડી શકે છે.

પોલીસની નજર આ કાંડ પર જતે જ કઈ રીતે. એ તો તપાસ એજન્સીઓએ બધી પોલ ખોલી દીધી. તેમણે પોલીસને આગાહ કર્યા કે એક વ્યક્તિ છે જે અહીંથી ગુપ્ત જાણકારીઓ પાકિસ્તાનમાં બેઠેલા કોઈ વ્યક્તિને મોકલી રહ્યો છે. પાકિસ્તાન સંવેદનશીલ જાણકારીઓ મેળવવા માટે હનીટ્રેપનો ઉપયોગ કરી રહ્યું છે. સેક્સ અને હનીટ્રેપને તે એવો ટૂલ માને છે, જો તે નિશાના પર લાગી જાય તો ISIનું કામ બની જાય છે.

કઈ રીતે હનીટ્રેપમાં ફસાય છે લોકો?

હનીટ્રેપનું રહસ્ય સમજવુ હોય તો સૌથી પહેલા એ જાણવુ જરૂરી છે કે કઈ રીતે હનીટ્રેપનો ખેલ શરૂ થાય છે. દુશ્મન દેશના એજન્ટ પહેલા સંબંધિત વિભાગની રેકી કરે છે. સોશિયલ મીડિયા પર સૌની હાજરી, વર્ક પ્લેસને મેન્શન કરવાની આદત અને મોટા વિભાગમાં તહેનાત હોવાનો રોમાંચ દરેક વ્યક્તિ પચાવી નથી શકતા. સુરક્ષાદળો અને સંવેદનશીલ વિભાગોમાં તહેનાત કર્મચારી પણ આ મોહજાળમાંથી બહાર નથી નીકળી શકતા. ISI જેવા જાસૂસી સંગઠન એ રાહ જોઈને જ બેઠા હોય છે કે ત્યાં કામ કરનારા સૌથી નીચલા પદ પર તહેનાત કોઈ વ્યક્તિની સાથે કઈ રીતે સંપર્ક કરી શકાય.

અહીંથી શરૂ થાય છે હનીટ્રેપની ગેમ. લોકો ફસાઈ જાય છે. સેક્સ ચેટ શરૂ કરે છે, તસવીરો મોકલે છે. જ્યારે સામેવાળાને વિશ્વાસ આવી જાય કે હવે વાત બની ગઈ છે તો આ મામલો જાસૂસી સુધી વધી જાય છે. દુશ્મન દેશ તેના માટે સેક્સટોર્શન અને Sexpionage જેવા ટૂલનો ઉપયોગ કરે છે. સામેવાળાને લાગે છે કે આ છોકરી તેના જ દેશની છે. સામાન્ય જિજ્ઞાસાના કારણે બધુ જાણવા માંગે છે પરંતુ ટ્રેપમાં ફસાયેલા વ્યક્તિને તે વાતની જાણકારી નથી હોતી કે તેનો ઉપયોગ થઈ રહ્યો છે. વીડિયો ચેટિંગ, ફોન કોલ્સથી શરૂ થયેલી મિત્રતા, એ વળાંક સુધી પહોંચે છે કે તે પોતાની ગુપ્ત જાણકારીઓ પણ લીક કરી દે છે.

ઉલ્લેખનીય છે કે, જો કોઈ ખૂબ જ સમજદાર ના હોય તો આવા મેસેજના જવાબ આપવા માંડે છે. આ સોશિયલ મીડિયા પ્રોફાઈલ પર તસવીર એવી લાગેલી હોય છે, જેને જોઈને હૂબહૂ એવુ લાગે કે કોઈ સામાન્ય છોકરીની તસવીર છે. જાસૂસ એ સારી રીતે જાણે છે કે કયા પ્રોફોઈલના વ્યક્તિ સાથે કેવી રીતે વાત કરવાની છે. પોતાનો શું પરિચય આપવાનો છે. કારણ કે, તેમને તેની ટ્રેનિંગ મળી હોય છે.

સેક્સ વર્કરને પણ બનાવવામાં આવે છે ટૂલ

સેના અને સંવેદનશીલ વિભાગોની ઘણી બધી જાણકારીઓ બહાર નથી આવી શકતી. ગુપ્ત એજન્સીઓ કોઈ ઈન્ફોર્મેશનને બહાર કાઢવા માટે સેક્સ વર્કરનો પણ ઉપયોગ કરે છે. પહેલા પ્રેમની જાળમાં ટાર્ગેટને ફસાવવામાં આવે છે પછી તેને બ્લેકમેલ કરવામાં આવે છે અથવા પ્રેમથી જ સંવેદનશીલ જાણકારીઓને બહાર કાઢવાનો પ્રયત્ન કરવામાં આવે છે. આ ટ્રેપમાં ઘણીવાર મોટા અધિકારીઓ પણ ફસાઈ જાય છે. ફિલ્મોની જેમ, હકીકતમાં પણ એવી ઘટનાઓ સામે આવી છે ભલે તેના પર ચર્ચા ના થઈ હોય. રોમાન્સ, સેક્સ, રિલેશનશિપ જાસૂસીની ગેમમાં બધુ જ એજન્સીઓ માટે ટૂલની જેમ ઉપયોગમાં લેવાય છે.

ભારતમાં સોશિયલ મીડિયા દ્વારા જવાનોને ફસાવવાનું ષડયંત્ર સતત થઈ રહ્યું છે. સુરક્ષાદળોને ઘણા જવાન આ ટ્રેપમાં ફસાઈ ચુક્યા છે. તેમને લાગે છે કે ચેટ તેઓ કોઈ છોકરી સાથે કરી રહ્યા છે પરંતુ, અસલી એંગલ જાસૂસીનો હોય છે. સુરક્ષા એજન્સીઓ આ અંગે ચેતવી ચુકી છે. પાકિસ્તાન જવાનોને ફસાવવા માટે હનીટ્રેપનું ષડયંત્ર સતત રચી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp