કેવી છે ઈકો-ફ્રેન્ડલી ગ્રીન સિમેન્ટ? બીજી સિમેન્ટ કરતા કેટલી મજબૂત અને ટકાઉ?

PC: hindi.news18.com

ખબર નહીં, તમે સાંભળ્યું છે કે નહીં પણ હાલમાં ગ્રીન સિમેન્ટની ખૂબ જ ચર્ચા થઇ રહી છે. JSW સિમેન્ટ, JK લક્ષ્મી સિમેન્ટ, નવરત્ન સહિત અનેક બ્રાન્ડસે તેને લોન્ચ કરી છે. પર્યાવરણીય રીતે આ સિમેન્ટ ટ્રેડિશનલ સિમેન્ટ કરતા સારી ગણવામાં આવે છે. લોકો તેના વિશે વાતો કરી રહ્યા છે, પણ આનો ઉપયોગ કરવાતા ખચકાઈ રહ્યા છે.

ઈકો-ફ્રેન્ડલી છે ગ્રીન સિમેન્ટ

ગ્રીન સિમેન્ટનું નામ સાંભળીને જ સમજી શકાય છે કે, તે ઈકો-ફ્રેન્ડલી છે, પણ માત્ર નામ પર વિશ્વાસ નહીં કરી શકાય, એટલે જ તેના પક્ષમાં આંકડાઓ હોવા જરૂરી છે, જેથી સાબિત થાય કે, આ વાસ્તવમાં ઈકો-ફ્રેન્ડલી છે. વિશ્વના વિવિધ રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે, ટ્રેડિશનલ સિમેન્ટ વિશ્વના કુલ કાર્બન ઉર્ત્સજનનો 8 ટકા ઉત્પાદન કરે છે. આ ઉર્ત્સજનનો સિમેન્ટ બનાવવાના સમયે ઉપયોગમાં લેવાતી પ્રક્રિયામાં થાય છે.

ગ્રીન સિમેન્ટ બનાવવાની પ્રક્રિયામાં 40 ટકા થી ઓછું કાર્બન નિર્માણ થાય છે. આ જ કારણ છે કે, તેને બનાવવામાં ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટનો ઉપયોગ વધુ હોય છે. એટલે કે, જે પહેલાથી જ વેસ્ટ છે, તેનાથી જ સિમેન્ટ બનાવવામાં આવે છે.

કઈ વસ્તુઓથી બને છે ગ્રીન સિમેન્ટ?

મહત્તમ ઇન્ડસ્ટ્રીઝમાં બનતા સિમેન્ટ માટે ગરમ ભટ્ટીઓનો ઉપયોગ થાય છે. આ ભટ્ટીઓમાં વસ્તુઓ અને ઉત્પાદનોને આકાર આપવામાં આવે છે. સ્ટીલથી લઈને અનેક અન્ય ઇન્ડસ્ટ્રીઝમાં આ જ પ્રક્રિયા થાય છે. ગ્રીન સિમેન્ટ બનાવવામાં મુખ્ય રીતે ભટ્ટીઓથી નીકળતા સ્લેગ (slag)નો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત, ઉડતી રાખ (Fly Ash)નો પણ ગ્રીન સિમેન્ટ બનાવવામાં ઉપયોગ થાય છે. આ બંને પદાર્થ પ્રદૂષણના મુખ્ય પરિબળો છે.

એટલે જ તેને બનાવવાની પ્રોસેસ એક કાર્બન નેગેટિવ પ્રોસેસ છે એટલે કે, કાર્બનને ઓછું કરવાની પ્રક્રિયામાં સિમેન્ટનું નિર્માણ થાય છે. નવી ટેક્નિકના ઉપયોગથી ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થાય છે. જો કે, આને બનાવાવની પ્રક્રિયામાં કાર્બન નિર્માણ થાય છે, પણ ખૂબ જ ઓછા પ્રમાણમાં.

મજબૂત છે કે નહીં?

સિમેન્ટનો ઉપયોગ બિલ્ડિંગ્સ, રસ્તાઓ અને ઘર બનાવવા માટે થાય છે, તો તે મજબૂત હોવી  તેની પ્રથમ પ્રાથમિકતા છે. JK સિમેન્ટના એક રિપોર્ટના અનુસાર, તેની પકડ ખૂબ જ મજબૂત હોય છે અને તે લાંબા સમય સુધી ટકી રહે છે. કહેવામાં આવે છે કે, આ સાધારણ સિમેન્ટથી 4 ગણી વધુ કાટ પ્રતિરોધક છે. મોટું નિર્માણ કરવા માટે આ સારી છે. કેમ કે, તેમાં કેલ્સિનેટેડ મીટ્ટી અને ચૂનાના પથ્થરને મિક્સ કરવામાં આવે છે. આ તત્વ પોરોસિટીને ઓછું કરવામાં મદદ કરે છે અને આ રીતે તેની શક્તિમાં વધારો થાય છે.

નિર્માણમાં થતા ખર્ચમાં થશે ઘટાડો

નવરત્ન ગ્રુપ ઓફ કંપનીઝના CEO હિમાંશ વર્માએ જણાવ્યું કે, ‘સૌથી મહત્ત્વની વાત એ છે કે ગ્રીન સિમેન્ટ સામાન્ય સિમેન્ટની તુલનામાં વધુ સમય સુધી ચાલે છે અને આગામી સમયમાં તે એક સારો વિકલ્પ બનીને સામે આવશે. પ્રાકૃતિક સંસાધનોના અત્યાધિક ઉપયોગે દુનિયામાં એક સંકટમાં નિર્માણ કર્યું છે, જે બધા માટે એક પડકાર બની ગયો છે, એવી સ્થિતિમાં સિમેન્ટ કંપનીના તજજ્ઞો અને વૈજ્ઞાનિકોની ટીમે ગ્રીન સિમેન્ટના રૂપમાં સારો ફોર્મૂલા તૈયાર કર્યો છે. તેનાથી નિર્માણ ખર્ચમાં ઘટાડો થશે અને નિર્માણ ઉદ્યોગનો પણ પર્યાવરણ ફ્રેન્ડલી બનાવવાનું સપનું પૂરું થશે.’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp