સુગર ફ્રી પ્રોડક્ટમાં સુગર છે કે નહીં તેની ઓળખ કેવી રીતે કરશો?

PC: khabarchhe.com

આજકાલ માર્કેટમાં સુગર ફ્રી ખાવાની આઈટમો ખૂબ મળે છે, પરંતુ હકીકત કંઈક અલગ હોય છે. સુગર ફ્રીના નામે કંપનીઓ ગ્રાહકોને છેતરતી હોય છે. આજે અમે તમને કેટલીક ટિપ્સ જણાવવા જઈ રહ્યા છીએ, જેનાથી તમને ખ્યાલ આવશે કે સામાન સુગર ફ્રી છે કે નહીં.

  • પ્રોડક્ટ પરના લેબલને ધ્યાનથી વાંચો. જો તમને ક્યાંય પણ સુગર લખેલું જોવા મળી જાય તો સમજી લો કે તે સુગર ફ્રી પ્રોડક્ટ નથી. એટલે કે તેમાં અન્ય પ્રકારની સુગર હોવાનો ઉલ્લેખ હોય.
  • કેટલીક કંપનીઓ પોતાની પ્રોડક્ટના લેબલમાં ઓર્ગેનિક સુગર શબ્દ વાપરે છે. આ શબ્દ પર ધ્યાન આપો. ગ્રાહકોનું ધ્યાન દોરવા માટે આવું લખવામાં આવતું હોય છે. જે સામાન્ય સુગરની જેમ જ હોય છે.
  • પ્રોડક્ટના લેબલમાં ટોટલ સુગરની કોલમ ખાસ વાંચો. ઘણી કંપનીઓ વાપરવામાં આવતી સુગરનો ઉલ્લેખ કરતી હોય છે.
  • જો તેમાં નેચરલ સુગરનો ઉલ્લેખ હોય તો સમજી લો કે તે સુગર પણ સામાન્ય સુગરની જેમ જ હોય છે. ફળોમાં હોય તેવી નેચરલ સુગર ફ્રૂકટૉઝ પણ અનહેલ્ધી હોય છે, જેટલી એક સોફ્ટ ડ્રિંક.
  • કેટલાક ન્યુટ્રિશિયનનું કહેવું છે કે, કેટલીક પ્રોડક્ટ ફેટ ફ્રી હોઈ શકે છે, પરંતુ તેમાં સુગરની માત્રા વધુ હોય તેવું પણ બની શકે છે. તમારે ફેટ ફ્રીમાં પણ લેબલ ચેક કરી લેવું જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp