આ વ્યક્તિએ 78 લાખ રૂપિયા આપીને પાકિસ્તાનની આ દુર્લભ બકરીનો કર્યો શિકાર

PC: intoday.in

એક વિદેશી શિકારીએ દુર્લભ પહાડી બકરીને મારવા માટે પાકિસ્તાન સરકારને આશરે 78 લાખ રૂપિયા આપ્યા છે. અમેરિકામાં રહેતા શિકારી બ્રિઆન હાર્લનએ તગડી ફીસ આપીને બકરીને મારવાનું લાયસન્સ મેળવ્યુ હતુ. આ દુર્લભ બકરી ઉત્તરી હિમાલયના ગિલગિત બાલ્ટિસ્તાન વિસ્તારમાં મળી આવે છે. અમેરિકી વ્યક્તિએ શિકાર સાથે સંકળાયેલો વીડિયો પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે.

વ્યવસાયે બિઝનેસમેન અને શિકારી બ્રિઆને સ્થાનિક ટીવી ચેનલ સાથે વાતચીત કરતા જણાવ્યુ હતુ કે, પાકિસ્તાન આવવું મારા માટે ખૂબ જ મહત્ત્વનું છે. હું અહીં ત્રીજીવાર આવ્યો છું અને પાકિસ્તાનમાં દરેક પ્રકારના પ્રાણીઓનો હું શિકાર કરી ચુક્યો છું.

તેણે વધુમાં જણાવ્યુ હતુ કે, પહાડી બકરીને પોતાના શિકારના લિસ્ટમાં અંત માટે બચાવીને રાખી હતી. પાકિસ્તાનના સ્થાનિક લોકો માટે આ બકરીના શિકાર પર પ્રતિબંધ છે, પરંતુ વિદેશીઓને દરેક સિઝનમાં 12 બકરીઓના શિકાર માટે લાયસન્સ આપવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp