હૈદરાબાદની લો સ્ટુડન્ટે ચોખાના દાણા પણ લખી ભગવદ ગીતા

PC: twimg.com

હૈદરાબાદમાં એક લો સ્ટુડન્ટે 4042 ચોખાના દાણા પર આખી ભગવદ ગીતા લખી નાંખી છે. આ મહિલાનું કહેવું છે કે તે દેશની પહેલી માઈક્રો આર્ટીસ્ટ છે. હાલમાં જ આ છોકરીએ પોતાનો માઈક્રો આર્ટ પ્રોજેક્ટ તૈયાર કર્યો છે, જેમાં તેણે 4042 ચોખાના દાણા પર આખી ભગવદ ગીતા લખી છે. માઈક્રો આર્ટીસ્ટ રામાગિરી સ્વરિકાનું કહેવું છે કે, આ પ્રોજેક્ટને પૂરો કરવામાં મને 150 કલાક જેટલો સમય લાગ્યો છે. મેં અત્યાર સુધીમાં 2000થી વધુ માઈક્રો આર્ટ બનાવ્યા છે. મેં મિલ્ક આર્ટ, પેપર કાર્વિંગ, તલના બીજ પર ડ્રોઈંગ પણ કર્યા છે.

જણાવી દઈએ કે આ પહેલા રામાગિરી સ્વરિકાએ વાળ પર સંવિધાનની પ્રસ્તાવના લખી હતી, જેના માટે તેને તેલંગણાના ગવર્નર દ્વારા સન્માનિત પણ કરવામાં આવી હતી. સ્વરિકાએ કહ્યું હતું કે, રાષ્ટ્રીય સ્તર પર પોતાના કામ માટે ઓળખ મેળવ્યા પછી, હું મારી કલાકૃતિઓને આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ પર લઈ જવા માટે તૈયાર છું. રામાગિરીએ કહ્યું હતું કે, મને હંમેશાં કળા અને સંગીતમાં રૂચિ રહી છે અને આ કળાને લીધે મને બાળપણથી ઘણા પુરસ્કાર પણ મળ્યા છે. મેં છેલ્લા ચાર વર્ષથી ચોખાના દાણા પર ભગવાન ગણેશના ચિત્રની સાથે માઈક્રો આર્ટ કરવાનું શરૂ કર્યું છે. પછી એક જ ચોખાના દાણા પર અંગ્રેજી આલ્ફાબેટ પણ લખ્યા છે.

2019માં રામાગિરીને દિલ્હી સાંસ્કૃતિક એકેડમી દ્વારા રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી હતી અને તેને ભારતની પહેલી માઈક્રો આર્ટીસ્ટ તરીકેની માન્યતા આપી હતી. મને 2017માં ઈન્ટરનેશનલ ઓર્ડર બુક રેકોર્ડ્સથી સન્માનિત કરવામાં આવી હતી અને 2019માં એકેડમી અવોર્ડ મળ્યો હતો. લોની સ્ટુડન્ટ હોવાને લીધે હું એક જજ બનવા માગુ છું પરંતુ, તેની સાથે હું મારી કળાને પણ ચાલુ રાખીશ. મારે ભારતની મહિલાઓ માટે પ્રેરણા બનવું છે.

પોતાની પુત્રીની આ કળા અંગે વાત કરતા સ્વરિકાની માતાએ કહ્યું હતું કે, બાળપણથી જ તેને કળા અને સંગીત પ્રત્યે ઘણો ઝૂનૂન હતો. અને તેને તેની આ કળામાં પારંગત બનાત જોઈ ઘણો ગર્વ અનુભવીએ છીએ. સોશિયલ મીડિયા પર પણ લોકો તેના ઘણા વખાણ કરી રહ્યા છે. તેના ચોખાના દાણા પર લખવામાં આવેલી ભગવદ ગીતાના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે અને તે અંગે લોકો પોતાનો પ્રતિભાવ પણ આપી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp