વિદ્યાર્થીની આત્મહત્યા બાદ IAS ઓફિસરે શેર કર્યા પોતાના 10માં અને 12માંના માર્ક્સ

PC: thebetterindia.com

છત્તીસગઢના રાયગઢના એક 18 વર્ષના વિદ્યાર્થીએ બોર્ડની પરીક્ષામાં નાપાસ થવાના કારણે આત્મહત્યા કરી લીઘી. વિદ્યાર્થી બીજીવાર નાપાસ થયો હતો, આથી તેણે આત્મહત્યા કરી લીધી. એવામાં એક IAS ઓફિસરે Facebook પર પોતાના બોર્ડ પરીક્ષાના માર્ક્સ શેર કરીને અન્ય વિદ્યાર્થીઓને પ્રેરણા આપતા સમજાવ્યા કે જીવનમાં ઓછાં માર્ક્સ આવવાથી કે નાપાસ થવાથી જીવન ત્યાં જ પૂરું નથી થઈ જતું. તમારી અંદર છૂપાયેલી કાબેલિયતને આગળ જતા તમને સારી તક આપશે.

IAS ઓફિસર અવનીશ કુમાર શરણ વર્ષ 2009 બેચના છે. વર્તમાનમાં કબીરધામ જિલ્લા, છત્તીસગઢના જિલ્લા મેજિસ્ટ્રેટ છે. જેવું તેમણે વાંચ્યું કે છત્તીસગઢ બોર્ડ રિઝલ્ટમાં એક વિદ્યાર્થીએ પરીક્ષામાં નાપાસ થવાને કારણે આત્મહત્યા કરી લીધી છે. તો તેમને ઘણું દુઃખ થયું. તેમણે Facebook પર વિદ્યાર્થીઓને કહ્યું હતું કે, તે નિરાશ ના થાઓ અને હાર ના માનો.

આ ઉપરાંત, તેમણે માતા-પિતાને અપીલ કરી હતી કે, તેઓ પરિણામને ગંભીરતાથી ના લે. આ એક નંબર ગેમ છે. તમને તમારું કેલિબર સાબિત કરવાની તક મળશે. વિદ્યાર્થીઓને મોટિવેટ કરવાના આશયથી IAS અધિકારીએ પોતાના 10માં તેમજ 12માં ધોરણની બોર્ડની પરીક્ષાઓ, કોલેજના માર્ક્સ શેર કર્યા હતા. તેમણે 10માં ધોરણમાં 44.5 ટકા, 12માં ધોરણમાં 65 ટકા અને કોલેજમાં 60.7 ટકા મેળવ્યા હતા. જણાવી દઈએ કે, તેમણે 1996માં 10માં ધોરણની, 1998માં 12માં ધોરણની અને 2002માં ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું હતું. અવનીશ કુમાર શરણને ભલે બોર્ડની પરીક્ષામાં અને ગ્રેજ્યુએશનની પરીક્ષામાં ઓછાં માર્ક્સ મળ્યાં હોય, પરંતુ તેમણે UPSCની પરીક્ષા પાસ કરીને બતાવી દીધું કે કાબેલિયત ટકા જોઈને ના માપી શકાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp