મુંબઈના વડાપાઉંના જવાબમાં ગુજરાતીએ બનાવ્યા આઈસ્ક્રીમ પાઉં, જુઓ વીડિયો

PC: rvcj.com

વડા પાઉંનું નામ સાંભળતા જ આંખોની સામે બટરવાળા પાઉંની વચ્ચે બટાકું વડું અને તીખી ચટણી અને હાં તીખા મરચાના ભજીયા આવી જાય છે. વડા પાઉં ઉપરાંત આપણે ભાજી પાઉં, ઈડલી પાઉં, મસ્કા પાઉં, પાવ ભાજી ઘણીવાર ખાધી હશે. પરંતુ એક ગુજરાતીએ વડા પાઉંનું એક નવું જ વર્ઝન આઈસ્ક્રીમ બનાવીને સૌને ચોંકાવી દીધા છે. લોકોએ ઈન્ટરનેટ પર એક એવી વસ્તુ જોઈ, જેની કલ્પના તેમણે ક્યારેય નહીં કરી હશે. આ આઈસ્ક્રીમ પાઉંનો વીડિયો સોશિયલ મીડિયા પર હાલ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને લોકો તેના પર મજેદાર કમેન્ટ્સ કરી રહ્યા છે.

વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે, એક વ્યક્તિ પાઉંમાં બરફના ગોળામાં નાંખવામાં આવતા ફ્લેવર્સ શરબત નાંખે છે. પછી તે ફ્રિઝમાંથી વેનિલા આઈસ્ક્રીમ કાઢે છે અને તેને પાઉંની વચ્ચે વડાની જેમ મુકે છે. પછી તેના પર વધુ ફ્લેવર્સ અને ટૂટી ફ્રૂટી નાંખે છે અને સર્વ કરે છે. આ વીડિયો સાહિલ અધિકારી નામના વ્યક્તિએ પોતાના ટ્વીટર પર શેર કર્યો છે. કોઈકને આ રેસિપી ખૂબ જ પસંદ આવી તો કોઈકે તેની ટીકા કરી.

આ વીડિયો 15 સપ્ટેમ્બરે શેર કરવામાં આવ્યો હતો, જેને અત્યારસુધીમાં 36 હજાર કરતા વધુ વ્યૂઝ મળી ચુક્યા છે. સાથે જ 300 કરતા વધુ લાઈક્સ અને 100 કરતા વધુ રિ- ટ્વીટ્સ થઈ ચુક્યા છે. ઘણા લોકોએ આ રેસિપીની ખૂબ જ ટીકા કરી. એક યુઝરે લખ્યું, દુનિયાનો અંત એકદમ નજીક છે. તો બીજા યુઝરે લખ્યું, આને માટે ભગવાન તમને ક્યારેય માફ નહીં કરશે.

જણાવી દઈએ કે, વડા પાઉં મહારાષ્ટ્રમાં ખૂબ જ લોકપ્રિય છે. ત્યાં લોકો નાસ્તામાં તેને ખાય છે. તેમાં લીલી અને લાલ ચટણીનું લેયર, ગન પાઉડર અને બટાકા વડા મુકીને લીલા મરચા સાથે સર્વ કરવામાં આવે છે. પરંતુ આઈસ્ક્રીમ પાઉંએ લોકોને આશ્ચર્યમાં મુકી દીધા છે. એક ટ્વીટર યુઝરે લખ્યું છે કે, આ આઈસ્ક્રીમ પાઉં રાજકોટમાં મળે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp