ગુજરાતના આ ગામમાં તંબાકુ અને બીડી વેચનારને થાય છે 50,000નો દંડ, જાણો કારણ

PC: zeenews.com

તમે કોઈ ગામમાં ગયા હોય તો તે ગામના અલગ-અલગ વિસ્તારોને અલગ-અલગ નામથી ઓળખવામાં આવે છે. પણ આજે અમે એક એવા ગામ વિષે વાત કરવાના છીએ કે, આ ગામમાં અલગ-અલગ વિસ્તાર કે, સોસાયટીના નામને રાજ્યના અલગ-અલગ જિલ્લાના નામ આપવામાં આવ્યા છે. બીજી મહત્ત્વની વાત છે કે, આ ગામનું નામ ક્યારેય પણ પોલીસના ચોપડે નોંધાયું નથી અને ગામના લોકો ક્યારેય ઝઘડો પણ નથી કરતા.

ગામના લોકોના કારણેગામ આદર્શ તો છે જ પરંતુ ગામના લોકોએ વ્યસન મુક્તિની પ્રતિજ્ઞા લઇને ગામના વધારે આદર્શ બનાવ્યું છે. આ ગામનું નામ ભંડવાલ ગામ છે અને આ ગામ સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકામાં આવેલું છે.

ભંડવાલ ગામમાં તાપી, નર્મદા, બનાસકાંઠા, મહેસાણા, દ્વારકા, ગાંધીનગર, આણંદ, સુરત અને અમદાવાદ જેવા 28 જિલ્લાના નામ પરથી ગામના અલગ-અલગ ફળિયાના નામ આપવામાં આવ્યા છે. ગામના ફળિયાના નામ આ પ્રકારે રાખવા પાછળનું પણ એક કારણ છે.

ગામના સરપંચને એવો વિચાર આવ્યો કે, ગામમાં રહેતા બાળકોથી લઇને વડીલોને રાજ્યના તમામ જિલ્લાના નામ યાદ રહેવા જોઈએ અને આ જ કારણે ગામના અલગ-અક્ગ ફળિયાના નામ જિલ્લાના નામ પરથી રાખવામાં આવ્ય છે.

આ ઉપરાંત ભંડવાલ ગામની વધુ એક ખાસિયત એવી છે કે, ગામમાં અત્યાર સુધી પંચાયત અને દૂધ મંડળી અસ્તિત્વમાં આવી ત્યારથી એક પણ ચૂંટણી યોજાઈ નથી. ગામના તમામ પ્રતિનિધિ એકઠા થઇને ચૂંટણી કર્યા કાગર સરપંચ કે, પછી ચેરમેનની નિમણુક કરે છે.

ગામમાં તમામ લોકો અલગ-અલગ વ્યવસાય સાથે સંકડાયેલા છે અને અલગ-અલગ જ્ઞાતિ છે છતાં એક પરિવારની જેમ સંપીને રહે છે. જેથી ગામમાં ક્યારેય પણ ઝઘડો થતો નથી અને ગામનું નામ પોલીસના ચોપડે આવ્યું નથી.

આ ઉપરાંત ગામના લોકોએ સ્વસ્થ રહેવા માટે વ્યસન મુક્તિને પણ પ્રોત્સાહન આપ્યું છે. ગામમાં કોઈ પણ દુકાનદાર તંબાકુ કે, બીડીનું વેચાણ કરતા પકડાય તો તે દુકાનદારને 50 હજાર રૂપિયાનો દંડ ભરવો પડે છે અને ગામમાં કોઈ વ્યસન કરતા પકડાય તો તેને પણ 10 હજાર રૂપિયાનો દંડ કરવામાં આવે છે. આમ દંડ ભરવાના ડરથી કોઈ વ્યક્તિ દુકાન પર તંબાકુ કે, બીડીનું વેચાણ કરતા નથી અને કોઈ વ્યક્તિ આ વ્યસન કરતા નથી. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp