9 કલાક ઊંઘવા માટે આ કંપની આપી રહી છે 1 લાખ રૂપિયા

PC: scottishwomanmagazine.com

બેંગલુરુ સ્થિત એક કંપની હવે ઊંઘવા માટે તમને એક લાખ રૂપિયા આપશે. કેટલું સારું થશે કે તમે 9 કલાક પોતાની ઊંઘ પૂરી કરો અને સાથે જ એક લાખ રૂપિયા પણ કમાઈ લો. પરંતુ તેને માટે તમારું સિલેક્શન થવું જરૂરી છે. જો તમે પણ ઊંઘતા-ઊંઘતા એક લાખ રૂપિયા કમાવા માંગતા હો, તો પહેલા આ ઓફર વિશે જાણી લો...

કર્ણાટકની રાજધાની બેંગલુરુની ઓનલાઈન ફર્મ વેકફિટે આ ઓફર આપી છે. ઓનલાઈન સ્લીપ સોલ્યુશન ફર્મે પોતાના આ પ્રોગ્રામને વેકફિટ સ્લીપ ઈન્ટર્નશિપ નામ આપ્યું છે. આ ઈન્ટર્નશિપ માટે થોડાં ક જ લોકોની પસંદગી થશે. અહીં તમારે કંપની તરફથી આપવામાં આવેલા ગાદલા પર જ ઊંઘવું પડશે અને તમારે રોજ એ જણાવવું પડશે કે તમને ઊંઘ કેવી આવી. સારી કે ખરાબ.

કંપની ઊંઘવા માટે કેટલાક લોકોનું કાઉન્સેલિંગ કરશે. પછી તેમની ઊંઘવાની રીતને ટ્રેક કરવામાં આવશે. ત્યારબાદ એક્સપર્ટ પાસેથી સલાહ પણ લેવામાં આવશે. જે લોકો ઊંઘવા જશે તેમની ઊંઘને રેકોર્ડ કરવામાં આવશે. તેમની ઊંઘવાની પેટર્ન નોટિસ કરવામાં આવશે. વિજેતાઓને સ્લીપ ટ્રેક પણ આપવામાં આવશે.

કંપનીનો નિયમ છે કે, આ સ્કીમમાં ભાગ લેનારા પસંદ કરાયેલા વ્યક્તિઓએ 100 દિવસ સુધી દર રોજ 9 કલાક ઊંઘવું પડશે. અહીં એ લોકોની જ પસંદગી કરવામાં આવશે, જે લોકો પોતાની ઊંઘને બાકી બધી બાબતો કરતા વધુ જરૂરી સમજે છે. વધુ કામ અને તણાવને કારણે લોકોની ઊંઘ ખરાબ થઈ રહી છે. તેને કારણે તેમના સ્વાસ્થ્ય પર અસર પડી રહી છે. આથી આ કંપની આ ઈન્ટર્નશિપ લઈને આવી છે. તેને માતેર તમારે પોતાનું કામ પણ છોડવું નહીં પડશે કે પોતાનું ઘર પણ છોડવું નહીં પડશે.

જો તમે પણ આ ઈન્ટર્નશિપ કરવા માંગતા હો તો તેને માટે કંપનીની વેબસાઈટ https://www.wakefit.co/sleepintern/ પર જાઓ અને અપ્લાય કરો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp