રસ્તા પર પડેલા ખાડામાં માછલી પકડતો અને નહાતો વ્યક્તિ, શરમમાં તંત્રએ ખાડા પૂર્યા

PC: indianexpress.com

ભારતના રસ્તા અને ખાડા, બંનેનો નાતો ખૂબ જૂનો છે. ભારતના ઘણાં ભાગોમાં હજુ પણ લોકો સારા રસ્તાઓ માટે તરસી રહ્યા છે. કાચા રસ્તાથી તેમણે કામ ચલાવવું પડે છે. એક સારો રસ્તો બનાવવામાં તંત્રને વરસો લાગી જાય છે, વરસાદનું એક ઝાપટુ તે રસ્તાની અને તંત્રની હકીકત સામે લાવી દે છે, ખાડા રૂપે. આવું જ કંઇક થયું ઈન્ડોનેશિયામાં. જ્યાંના એક નાગરિકે પોતાના વિસ્તારના રસ્તા પરના મોટા મોટા ખાડાઓ પર તંત્રનું ધ્યાન ખેંચવા માટે નોખી રીત શોધી કાઢી.

આ નાગરિકે પહેલા તો રસ્તા પર પડેલા તે મોટા ખાડામાં નાહવાનું શરૂ કરી દીધું, ત્યાર પછી તે વ્યક્તિ તેમાં માછલી પણ પકડવા લાગ્યો. નાગરિકની આ તસવીરો સોશિયલ મીડિયા પર તરત વાયરલ થઇ ગઇ અને શરમમાં ત્યાંના પ્રશાસને રસ્તા પર રિપેર વર્કનું કામ શરૂ કરાવી દીધું.

આ નાગરિકનું નામ અમાક ઓહાન છે. ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત આ વ્યસ્ત હાઈવે પર નાહવાની તેની તસવીરો દરેક જગ્યાએ વાયરલ થઇ. આ રસ્તા પર આવતા જતા લોકોએ અમાકનું આ કામ સરળ કર્યું, લોકો તેની તસવીરો લેવા લાગ્યા અને વીડિયો પણ બનાવવા લાગ્યા. ક્યારેક ઓહાન મગ્ગા દ્વારા નહાતો તો ક્યારેક ખુરશી પર બેસીને માછલી પકડવાનું સ્વાંગ કરતો.

ઉલ્લેખનીય છે કે, ભલે લોકો માટે આ કિસ્સો હાસ્યપાત્ર હોય પણ તંત્રની નિષ્ફળતા સામે વિરોધ કરવાનો અમાકનો આ જુમલો કામ આવ્યો. પરિણામ એ આવ્યું કે હાઈવે પર ખાડા પૂરવાનું કામ શરૂ થઇ ગયું.

ઉલ્લેખનીય છે કે, વ્યસ્ત રસ્તાઓ પર ખાડાની સમસ્યા ભારત માટે નવી નથી. મુંબઈ, બેંગલોરથી દર વર્ષે આ પ્રકારની તસવીરો સામે આવતી રહી છે. જ્યારે લોકો આ ખાડાઓ પ્રત્યે તંત્રનું ધ્યાન ખેંચવા માટે વિરોધ કરે છે. બેંગલોરના એક વ્યક્તિએ તો આ ખાડાની પાસે મગર જેવા જીવો અને ચંદ્ર પરના ક્રેટર પણ બનાવી દીધઆ હતા. તે સમયે તંત્રને શરમ આવી અને તેમણે રિપેર કામ શરૂ કરાવ્યું.

આ પ્રકારને જ એક વૃદ્ધે રસ્તા પર પડેલા ખાડાના કારણે પોતાના યુવાન દીકરાને અકસ્માતમાં ગુમાવ્યો. તે વૃદ્ધ હવે પોતાના દમે આ ખાડાઓ ભરી રહ્યા છે.

હાઈવે પર આ પ્રકારના ખાડાઓ જીવલેણ હોય છે. સ્પીડમાં ચાલતી કારો જ્યારે આ ખાડાઓ પર લેન્ડ કરે છે તો અકસ્માત થવાની સંભાવના વધી જાય છે. રોડ અકસ્માત મોટે ભાગે રસ્તા પર પડેલા ખાડાઓને કારણે થાય છે. આ વાત સામાન્ય નાગરિકોને પણ સમજ આ છે, બસ તંત્રના આંખ અને કાન બંધ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp