લોકડાઉનમાં ઘરેલું હિંસાની શિકાર મહિલાઓને સારું જીવન આપી રહી છે આ IPS ઓફિસર

PC: toiimg.com

કોરોના વાયરસ મહામારીની વચ્ચે લાગુ લોકડાઉનમાં ઘરેલૂં હિંસાના મામલાઓમાં ખૂબ જ ઝડપથી વધારો થઈ રહ્યો છે. દેશમાં 25 માર્ચથી લાગુ લોકડાઉનમાં લાખો મજૂરો અને ગરીબ પરિવારોનો રોજગાર છીનવાઈ ગયો. તેની અસર એવી રીતે પણ દેખાઈ કે ઘરેલૂં હિંસાની ઘટનાઓ વધી ગઈ. રાષ્ટ્રીય મહિલા આયોગના એક રિપોર્ટ અનુસાર, લોકડાઉન લાગુ થયા બાદ દેશમાં ઘરેલૂં હિંસાની ઘટનાઓમાં બેગણી ઝડપથી વધારો થયો છે. એવામાં એક IPS ઓફિસર આ મુશ્કેલ સમયમાં ફસાયેલી મહિલાઓની મદદ માટે આગળ આવી છે. તેલંગણાના મહેબૂબનગરની પોલીસ સુપ્રિટેન્ડેન્ટ રેમા રાજેશ્વરીએ ઘરેલૂં હિંસાની શિકાર મહિલાઓ માટે એક ઈનીશિએટિવ ચલાવ્યું છે. તેમણે આ મહિલાઓ માટે મોબાઈલ સેફ્ટી વ્હીકલ જ સેટઅપ કર્યું છે. આ ઈનીશિએટિવ શરૂ કરવાના કારણ અંગે તેમણે જણાવ્યું હતું કે, એક ફોન આવ્યો હતો, જેણે તેમની આંખો ખોલી દીધી અને આ દિશામાં મોટું પગલું લેવા પ્રેરિત કરી.

તેમણે જણાવ્યું કે, કાનપુરની એક મહિલાએ તેમને કોલ કર્યો હતો. તેનું કહેવું હતું કે, તેની બહેને તેને છેલ્લાં 3 દિવસથી ફોન નથી કર્યો. મહિલાએ જણાવ્યું કે, તેની બહેનનો પતિ તેને ખૂબ જ મારે છે અને તેને ડર છે કે ફરી આવું જ કંઈ થયું હશે. IPS રાજેશ્વરીએ જણાવ્યું કે, અમે એક ડિસ્પેચ ટીમ મોકલી અને તે મહિલા અમને એટલી દયનીય હાલતમાં મળી આવી કે અમે હચમચી ગયા. તેને ગંભીર ઈજાઓ થઈ હતી. તેણે ત્રણ દિવસથી પાણીનું એક ટીપુ પણ પીધુ નહોતું અને તે દુઃખાવાને કારણે બૂમો પાડી રહી હતી.

પોલીસે પીડિતાને હોસ્પિટલ પહોંચાડી, જ્યાં ત્રણ દિવસ સારવાર કર્યા બાદ મહિલા સાજી થઈ અને પોતાના પતિ વિરુદ્ધ કેસ દાખલ કરાવ્યો. ત્યારબાદ ઓફિસરે મહિલાની બહેનના આગ્રહ પર આંતર-રાજ્ય યાત્રાની વ્યવસ્થા કરાવી, જેથી પીડિતા તેની બહેનની પાસે તેલંગણાથી ઉત્તર પ્રદેશ જઈ શકે. IPS રાજેશ્વરીએ કહ્યું, આ ઘટના મારી આંખો ખોલનારી હતી. ઘરેલૂં હિંસાનો શિકાર એટલી બધી મહિલાઓ આરોપીઓ સાથે રહેવા માટે મજબૂર છે અને ફરિયાદ પણ નથી કરી શકતી.

 
 
 
View this post on Instagram

“A month into the lockdown, a lady called me from Kanpur. She was extremely distressed as her sister hadn't called in 3 days. Her husband would hit her and she worried it had happened again. So we sent a dispatch team and found her in such a terrible condition, it shook me. She was badly bruised, hadn't had a single drop of water in 3 days and was writhing in pain. We rushed her to the hospital and filed a case against the husband. 3 days later, she fully recovered, but her sister called again, 'Can you please send her home to me?' So I got all the passes for inter-state travel and made sure she was home safely. That incident was an eye opener– there were so many victims of domestic violence living with their abusers and they couldn't even file a complaint! To help them, I set up 'Mobile Safety'– a vehicle with my team members doing rounds across the district and in 2 weeks, we had 40 cases! Alongside, more members of my team stepped up to help the general populace. Like this one time, we dropped a pregnant lady to the hospital in the police ambulance. When my colleague returned, he was beaming! He was so excited to be there for her and her newborn son! But as the rules got stricter, my team was stretched thin – from naka bandhis to contact tracing. And pretty soon, the migrants began going back home. We set up shelters and tried convincing them to stay but it was futile. So we set up food banks along the highway– and once the railways finally opened, we helped 11,000 workers reach home in under 15 days. Over the past 3 months, my team has put their lives at stake and risked their families, so that we could help people. But last week, a majority of them tested positive and have been quarantined. Still, the only question they ask me is, 'Madam! When can we get back in action?' Such is the love for our duty!”

A post shared by Humans of Bombay (@officialhumansofbombay) on

આવી મહિલાઓની મદદ માટે મોબાઈલ સેફ્ટી વ્હીકલ સેટઅપ કર્યું છે, જે આવી મહિલાઓને જાતે શોધી કાઢશે, જેમને તેમની જરૂર છે. રેમા રાજેશ્વરીએ જણાવ્યું, આ ઈનીશિએટિવ અંતર્ગત મેં મોબાઈલ સેફ્ટી વ્હીકલ તૈયાર કર્યું, જે અંતર્ગત મારી ટીમ જિલ્લાઓમાં જતી હતી. બે અઠવાડિયામાં 40 કેસ મળ્યા. જોકે, લોકડાઉનના નિયમ કડક હોવાને કારણે અને ઘરે પાછા ફરી રહેલા મજૂરોની સંખ્યા વધ્યા બાદ તેમની ટીમ નાની પડવા માંડી.

તેમણે જણાવ્યું કે, ઘરેલૂં હિંસાનો શિકાર મહિલાઓની મદદની સાથે તેમની ટીમે પ્રવાસી મજૂરોની મદદની પણ જવાબદારી ઉપાડી. તેમની ટીમે હાઈવેના કિનારે ફૂડ બેંક સેટઅપ લગાવ્યું, જેથી મજૂરોને ખાવાનું મળી શકે. તેમણે જણાવ્યું કે, રેલવે તરફથી ટ્રેનોનું આવાગમન શરૂ થયા બાદ તેમની ટીમે 15 દિવસની અંદર 11000 મજૂરોને ઘરે પહોંચાડ્યા. તેમની ટીમે છેલ્લાં ત્રણ મહિનાઓમાં પોતાની અને પોતાના પરિવારની જિંદગી જોખમમાં નાંખીને લોકોની મદદ કરી છે. પરંતુ દુર્ભાગ્યથી ગત અઠવાડિયે તેમની ટીમના કેટલાક સભ્યો કોવિડથી સંક્રમિત થઈ ગયા છે અને ક્વોરન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે. છતા તેઓ મને પૂછતા રહે છે કે, મેડમ, ફરી કામ ક્યારે શરૂ કરીશું? કામને લઈને અમારામાં આવું ઝૂનૂન છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp