ડેટિંગ સાઈટે જાહેર કર્યું બ્યૂટી રેન્કિંગ, આ દેશના લોકો છે સૌથી સુંદર

PC: facebook.com/Daniela-Botero

ડેટિંગ એપ અથવા વેબસાઈટ લોકોને તેમની પસંદ અનુસાર પાર્ટનર શોધવામાં મદદ કરે છે. આજકલ લોકોમાં ડેટિંગ વેબસાઈટનો ક્રેઝ વધી રહ્યો છે અને આ વેબસાઈટ્સ પણ લોકોને લલચાવવા માટે અલગ-અલગ પ્રકારના પેકેજ બહાર પાડતી રહે છે. ડેટિંગ વેબસાઈટ પર રજિસ્ટર કરવા માટે કેટલીક સામાન્ય શરતો હોય છે, પરંતુ એક ડેટિંગ વેબસાઈટ પોતાની અજીબોગરીબ શરતોના કારણે ચર્ચામાં આવી ગઈ છે.

આ વિવાદાસ્પદ ડેટિંગ વેબસાઈટની પહેલી શરત એ છે કે, આ વેબસાઈટ માત્ર સુંદર લોકો જ જોઈન કરી શકે છે. આ ઉપરાંત, આ વેબસાઈટે પોતાનો એન્યુઅલ બ્યુટી ચાર્ટ જાહેર કર્યો છે, જેમાં આયર્લેન્ડના પુરુષો અને જર્મનીની મહિલાઓને સૌથી કદરૂપી ગણાવવામાં આવી છે.

લોસ એન્જલસની વેબસાઈટ beautifulpeople.comએ એન્યુઅલ બ્યુટી ચાર્ટ જાહેર કરીને જણાવ્યું છે કે, તેણે આ વર્ષે કેટલાક લોકોને પોતાની વેબસાઈટ સાથે જોડાવાની મંજૂરી આપી છે. આ વેબસાઈટ પર આશરે 5 મિલિયન લોકો અત્યારસુધીમાં રજિસ્ટર્ડ છે.

સુંદરતાના મામલામાં 21 દેશના લોકો પર કરવામાં આવેલા આ સર્વેમાં બ્રિટિશ પુરુષોને 18મા સ્થાન પર રાખવામાં આવ્યા છે, જ્યારે પોલેન્ડ અને આયર્લેન્ડના લોકોને 20માં અને 21માં નંબર પર જગ્યા મળી છે. આ દેશના લોકોને સૌથી ઓછાં આકર્ષિત માનવામાં આવ્યા છે. ઘણી સુંદર અભિનેત્રીઓથી ભરપૂર આયર્લેન્ડના માત્ર 6 ટકા પુરુષોને જ ઈન્ટરનેશલ ડેટિંગ સાઈટ જોઈન કરવાની પરવાનગી મળી છે. આ ઉપરાંત, જર્મનીમાં આકર્ષક સુપર મોડલ્સની ભરમાર છે. તેમ છતા સુંદર મહિલાઓની શ્રેણીમાં જર્મની સૌથી નીચે આવે છે. આ ડેટિંગ વેબસાઈટ સાથે જોડાવા માટે જર્મનીની માત્ર 13 ટકા મહિલાઓની જ એપ્લિકેશન અપ્રૂવ કરવામાં આવી છે.

ખાસ વાત એ છે કે, આ ડેટિંગ વેબસાઈટના એન્યુઅલ બ્યૂટી ચાર્ટમાં ભારતની મહિલાઓ જર્મની અને તુર્કીથી ઉપર 16માં નંબર પર આવે છે. જ્યારે ભારતીય પુરુષોનો નંબર 17મા સ્થાન પર આવે છે, જે યુકે, રશિયા, પોલેન્ડ અને આયર્લેન્ડ કરતા ઉપર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp