26th January selfie contest

એક અનોખી પ્રેમ કહાની, એક વ્યક્તિને થઈ ગયો વાંદા સાથે પ્રેમ, જાણો પછી શું થયું

PC: theindependent.sg

માણસ એક સામાજિક પ્રાણી છે અને તે કોઈકને કોઈક સાથે લાગણી રાખે છે એટલે કે પ્રેમ કરે છે. તે લાગણી કોઈની પણ સાથે હોઈ શકે છે. વ્યક્તિ કે પછી પ્રાણી. જાપાનમાં પણ એક એવો વ્યક્તિ છે, જે કોઈ વ્યક્તિને નહીં પરંતુ એક કોકરોચને પ્રેમ કરે છે. આ વ્યક્તિનું કહેવુ છે કે, તેણે લગભગ એક વર્ષ સુધી આ કોકરોચને પ્રેમ કર્યો. એટલું જ નહીં પરંતુ તે એ કોકરોચને ખાવા માટે ઘરની બહેર રેસ્ટોરન્ટ્સમાં લઈ જતો હતો, પરંતુ હવે તે તેની સાથે નથી.

વાત જાણે એમ છે કે, જાપાનમાં રહેતા 25 વર્ષના યુતા શિનોહારાએ એક કોકરોચને તગડી કિંમત ચૂકવીને દક્ષિણ આફ્રિકાથી લઈને આવ્યો હતો. તેણે આ કોકરોચનું નામ લિસા રાખ્યુ હતુ. જ્યારે તે મરી ગયો તો યુતાએ તેને દફનાવવાને બદલે ખાઈ ગયો. યુતાના જણાવ્યા અનુસાર, તેના અને લિસા એટલે કે કોકરોચની વચ્ચેનો પ્રેમ આધ્યાત્મિક હતો. બંને ઘણા મહિનાઓ સુધી સાથે રહ્યા. ત્યારબાદ લિસાનું મૃત્યુ થઈ ગયુ.

કોકરોચ લિસાના મોતથી યુતાને ખૂબ જ દુઃખ થયુ હતુ, પરંતુ ત્યારબાદ પણ તેણે હંમેશાં તેને પોતાની સાથે રાખવાનો ઉપાય શોધી કાઢ્યો. લિસાના મૃત્યુ બાદ તેને દફનાવવાને બદલે યુતા લિસાને ખાઈ ગયો. આ અંગે તેણે જણાવ્યુ હતુ કે, હું સન્માન સાથે તેને ખાઈ ગયો. જેથી તે હંમેશાં મારા હ્રદયની નજીક રહે અને હંમેશાં માટે શરીરના અંગોમાં સમાઈ જાય, હવે મને તેનાથી કોઈ અલગ નહીં કરી શકે. તેમજ તેણે વધુમાં જણાવ્યુ હતુ કે, હું લિસા સાથે લગ્ન કરવા માંગતો હતો, પરંતુ એક વર્ષ બાદ તેનું મોત થઈ ગયુ.

 

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp