અનાથ વિદ્યાર્થીની એક ભૂલને લીધે હાથમાંથી ગઈ બોમ્બે IITની સીટ, જાણો આખી સ્ટોરી

PC: punekarnews.in

JEEની પરીક્ષામાં ઓલ ઓવર ઈન્ડિયામાં 270 મો ક્રમ મેળવનાર અનાથ એવા 18 વર્ષના વિદ્યાર્થીની એક ભૂલે તેના સારા સપનાઓ પર પાણી ફેરવી દીધું છે અને હવે તેની ભૂલને લીધે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ગયો છે. સિંગલ મધર દ્વારા ઉછેરવામાં આવેલા આ વિદ્યાર્થીએ JEEમાં શાનદાર રેન્ક હાંસિલ કર્યા પછી IIT-બોમ્બેમાં પોતાની પસંદના ઈલેક્ટ્રીકલ એન્જિનિયરીંગ બી.ટેકના કોર્સમાં જગ્યા પાક્કી કરી લીધી હતી. પરંતુ આ સીટ તેણે તેની એક ભૂલને લીધે 15 દિવસમાં ખોઈ નાખી હતી.

અસલમાં, આગ્રાનો રહેનારા સિદ્ધાંત બત્રાએ ઈન્ડિયન ઈન્સ્ટીટ્યૂટ ઓફ ટેક્નોલોજી જેઈઈ એડવાન્સ 2020 માં જગ્યા પાક્કી કર્યા બાદ 18 ઓક્ટોબરના પહેલા રાઉન્ડમાં તેને લેવામાં આવ્યો હતો. પરંતુ રોલ નંબરને અપડેટ કરતી વખતે તેણે આગળના રાઉન્ડમાં સીટ વાપસીની લિંક પર ભૂલથી ક્લિક કરી દીધું હતું. જેનો મતલબ એ થયો કે તેને આ એડમિશનની કોઈ જરૂર નથી.

તેના પછી 10 ઓક્ટોબરના રોજ ચાર વર્ષના બીટેકના ઈલેક્ટ્રીકલ એન્જિનિયરીંગના લિસ્ટમાંથી સિદ્ધાંતનું નામ ગાયબ હતું. તેણે 19 ઓક્ટોબરના રોજ કોર્ટમાં અરજી દાખલ કરીને વેકેશન બેન્ચને કહ્યું હતું કે, IITને આદેશ આપે કે તેઓ 2 દિવસની અંદર તેનો વિચાર કરીને જવાબ આપે. પરંતુ જ્યારે લેટ રજીસ્ટ્રેશન માટે માત્ર 2 દિવસ રહી ગયા હતા, આથી બત્રાની અરજીને ખારીજ કરી દેવામાં આવી હતી. આઈઆઈટી રજીસ્ટ્રાર આર.પ્રેમ કુમારે કહ્યું હતું કે ઈન્સ્ટીટ્યૂટ પાસે વાપસીના પત્રને ખતમ કરવાનો અધિકારી નથી અને અમે નિયમોથી બંધાયેલા છીએ માટે કંઈ જ કરી શકીએ તેમ નથી. સિદ્ધાંત 2021 માટે ફરીથી ટ્રાય કરી શકે છે. હાલમાં IIT-બોમ્બેમાં એક પમ સીટ ખાલી નથી.

તે પછી બત્રાએ હવે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટાવ્યો છે. તેણે એક વધારાની સીટ માટે માંગણી કરી છે જેથી તેનું નુકસાન ન થાય. તે પોતાની દાદી અને કાકાની સાથે રહે છે અને અનાથ પેન્શનમાંથી પોતાનું ગુજરાન ચલાવે છે. સિદ્ધાંતનો ઉછેર તેની માતાએ એકલા હાથે કર્યો હતો પરંતુ બે વર્ષ પહેલા તેની માતાનું પણ નિધન થઈ ગયું હતું. મંગળવારે સુપ્રીમ કોર્ટ આ કેસની સુનાવણી હાથ ધરશે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp