26th January selfie contest

કાર માટે મનગમતો નંબર લેવા માટે આ વ્યક્તિએ ખર્ચ્યા 31 લાખ રૂપિયા

PC: timeincapp.com

શોખ બડી ચીજ હૈ, આ વાક્ય તો તમે સાંભળ્યુ જ હશે. આજે શોખની વાત એટલા માટે કરી રહ્યા છીએ, કારણ કે તિરુવનંતપુરમમાં રહેતા એક ડ્રિસ્ટ્રીબ્યુટરે પોતાની Porsche 718 Boxster માટે એક ખાસ નંબર લેવા માટે 31 લાખ રૂપિયાનો ખર્ચો કર્યો છે. રજિસ્ટ્રેશન નંબર KJ-01CK-1 છે. આ અત્યારસુધીમાં માત્ર આ રાજ્ય જ નહીં પરંતુ આખા દેશમાં કોઈ નંબર પ્લેટ માટે આપવામાં આવેલી સૌથી વધુ કિંમત છે. આ નંબરને વેચવા માટે નીલામીનું આયોજન કરવામાં આવ્યું હતુ, જ્યાં બોલી લગાવીને તિરુવનંતપુરમના કે. એસ. બાલાગોપાલે આ રજિસ્ટ્રેશન નંબરને પોતાનો બનાવી લીધો છે.

આ અગાઉ આ રેકોર્ડ હરિયાણાની Mercedes-Benz S-Classને નામે હતો. આ કાર માટે રજિસ્ટ્રેશન નંબર 26 લાખ રૂપિયામાં ખરીદવામાં આવ્યો હતો. રજિસ્ટ્રેશન નંબર KJ-01CK-1 માટેની નીલામી સોમવારે રીજનલ ટ્રાન્સપોર્ટ ઓફિસર (RTO) દ્વારા કેરળના તિરુવનંતપુરમ જિલ્લામાં રાખવામાં આવી હતી. નીલામીની શરૂઆત 500 રૂપિયાથી થઈ હતી. બાલાગોપાલે 30 લાખ રૂપિયાની સાથે બોલી જીતી અને અરજી માટે વધારાના 1 લાખ રૂપિયાની સાથે નંબર મળ્યો. બોલી દરમિયાન અમાઉન્ટમાં 5 લાખ રૂપિયાના મલ્ટિપલ્સમાં વધારો થતો ગયો.

2017માં પણ બાલાગોપાલે જ પોતાની Toyota Land Cruiser માટે 19 લાખ રૂપિયા ખર્ચ્યા હતા. ત્યારે બાલાગોપાલે રજિસ્ટ્રેશન નંબર KL-01CB-1 ખરીદ્યો હતો. બાલાગોપાલ, દેવી ફાર્માના માલિક છે. બાલાગોપાલના ગેરેજમાં ઘણી લક્ઝરી કારો છે.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp