કેરળમાં યોજાયા અનોખા લગ્ન, હિન્દુ યુગલે મસ્જિદમાં લીધા સાત ફેરા અને...

PC: twimg.com

ભારત વિવિધતામાં એકતાનો દેશ છે અને ભારત દુનિયાનો સૌથી મોટો લોકશાહી ધરાવતો દેશ છે, તેમાં ભાતભાતના અને દરેક ધર્મના લોકો રહે છે. કેટલાક સ્વાર્થી નેતાઓ પોતાનો રાજકીય રોટલો શેકવા માટે ભારતીયોને ધર્મના નામે અલગ કરવાના પેંતરા રચતા રહે છે. પરંતુ દેશના લોકો શાંતિ અને સૌહાર્દમાં માને છે અને દેશમાં ભાઈચારાના કેટલાક એવા કિસ્સાઓ સામે આવતા રહે છે, જે બીજા માટે ઉદાહરણ બની જાય છે. આવો જ એક કિસ્સો કેરળમાં સામે આવ્યો છે. થોડાં સમય પહેલા CAAના વિરોધમાં કેરળમાં પ્રદર્શનો થયા હતા. તો હવે કેરળે હિન્દુ-મુસ્લિમ એકતાનું એક શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે. અહીં એક હિન્દુ યુગલના લગ્ન મસ્જિદમાં કરાવવામાં આવ્યા હતા.

કેરળના આલાપુઝાના લોકોએ એકતાનું એક શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે. અહીંના ચેરુવલી મુસ્લિમ જમાત મસ્જિદમાં હિન્દુ યુગલના હિન્દુ રીતિ-રિવાજ અનુસાર લગ્ન કરાવવામાં આવ્યા હતા. લગ્નમાં હિન્દુ મંત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા અને યુગલે સાત ફેરા પણ લીધા હતા.

લગ્નમાં 1000 લોકો માટે શાકાહારી ભોજન પણ બનાવવામાં આવ્યું હતું. મસ્જિદ કમિટીના નુજુમુદ્દીને આ અંગે જણાવ્યું હતું કે, લગ્નની ભેટ રૂપે મસ્જિદ કમિટી તરફથી ક્ન્યા (દુલ્હન)ને 10 સોનાના સિક્કા અને 2લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા. કન્યાના પરિવારની આર્થિક સ્થિતિ સારી નથી. એવામાં અંજુની માતાએ મસ્જિદ કમિટી પાસે મદદ માગી હતી.

આ સામાજિક એકતાની પહેલ પર કેરળના મુખ્યમંત્રી પિનરાઇ વિજયને પણ સોશિલ મીડિયામાં એક પોસ્ટ કરી હતી. તેમા તેમણે નવવિવાહિત યુગલ અને સાથ આપનારા બધા લોકોને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે પોસ્ટમાં લખ્યું હતું, ‘કેરળે હંમેશાં જ સાંપ્રદાયિક એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ લગ્ન એવા વખતે થયા છે જ્યારે ધર્મના નામે લોકોને વહેંચવાનો પ્રયત્ન થઇ રહ્યો છે. કેરળ એક છે અને એક રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp