જ્યોતિષ શાસ્ત્રની દૃષ્ટિએ અભિમાન જીવન પર પાડે છે ખરાબ અસર

PC: Youtube.com

અભિમાનનો સંબંધ મન સાથે હોય છે. ઘણીવાર આ અહંકાર મનથી વધીને વ્યવહાર સુધી પહોચી જાય છે. જ્યોતિષ શાસ્ત્રમાં કહેવામાં આવે છે કે દર એક ગ્રહ અલગ પ્રકારનું અભિમાન ઉત્પન્ન કરે છે. તેમાં વૃહસ્પતિ અને ચંદ્રમાનું અભિમાન પ્રમુખ કારક માનવામાં આવે છે. એટલે કે જે વ્યક્તિની કુંડળીમાં વૃહસ્પતિ અને ચંદ્રમાંની દશા ખરાબ હોય છે, તે અભિમાનનો શિકાર બને છે. જ્યોતિષ શાસ્ત્રમાં સૂર્યનું પણ અભિમાન સાથે સંબંધ જણાવવામાં આવે છે. જે અનુસાર સૂર્ય વૈભવશાળી પરંપરા અને ખાનદાનનો અહંકાર ઉત્પન્ન કરે છે. આવી સ્થિતિમાં વ્યક્તિને પોતાની કૌટુંબિક પૃષ્ટિભૂમિ પર અભિમાન આવી જાય છે. મેષ, સિંહ, અને ધનુ રાશિના જાતક મોટાભાગે આ પ્રકારના અહંકારનો શિકાર બને છે. જ્યોતિષના અનુસાર, સૂર્ય સંબંધિત અહંકારના કારણે સંતાન સાથે જોડાયેલી સમસ્યા આવે છે.

જન્મ કુંડળીમાં ચંદ્રની દશા ખરાબ હોવા પર ગુણ સંબંધી અભિમાન આવી જાય છે. જ્યોતિષ અનુસાર, આ સ્થિતિ વ્યક્તિ પોતાના ગુણો પર અભિમાન કરવા લાગે છે. વ્યક્તિને પોતાના ક્લાસ પર અહંકાર થવા લાગે છે. કર્ક, વૃશ્ચિક અને મીન રાશિના જાતકો આ અહંકારનો વધુ શિકાર બને છે. માનવામાં આવે છે કે ચંદ્રમા સંબંધી અહંકાર હોવા પર વ્યક્તિના ભાગ્ય પર ખરાબ અસર પડે છે. જેથી વ્યક્તિની ક્લાસ દૂર થાય છે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, મંગળના કારણે શક્તિ સંબંધિત આવે છે. આવા વ્યક્તિ ખૂદને સર્વાધિક શક્તિશાળી સમજવા લાગે છે. મંગળ સંબંધિત અહંકાર હોવાથી વ્યક્તિના સંબંધ ખરાબ થવા લાગે છે. બુધના કારણથી બુદ્ધિ સંબંધિત અહંકાર આવી જાય છે. જેના પર ધન ખોટ જવાની વાત કહી છે. જ્યોતિષની માનવામાં આવે તો વૃહસ્પતિના કારણથી જ્ઞાન સંબંધિત અહંકાર આવી જાય છે. જેના લીધે વ્યક્તિ વાણી દોષનો શિકાર બને છે. જેથી સંબંધ ખરાબ થવા લાગે છે. વ્યક્તિ એકલો થઇ જાય છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp