કોલકાતાનો આ 'ચા'વાળો છે મેસીનો ફેન, ઘરને પણ રંગી નાખ્યું આર્જેન્ટિનાના રંગમાં

PC: news18.com

શિવ શંકર પાત્રા કોલકાતાના એ હજારો લોકોમાંનો એક છે જે આર્જેન્ટિનાની ફૂટબોલ ટીમનો ફેન છે. પરંતુ આ એક ઘણી સામાન્ય વાત છે, પરંતુ ક્યારેક અમુક ફેન્સ દિવાનગીની બધી હદો પાર કરી લેતા હોય છે. 53 વર્ષના પાત્રાએ પણ કંઈક એવું જ કર્યું છે.

પાત્રાએ પોતાની ચાની દુકાનથી થતી કમાણીમાંથી બચત કરીને રશિયામાં થનારા વર્લ્ડ કપમાં આર્જેન્ટિનાને રમતા જોવાનું સપનું જોયું હતું. પરંતુ પછી કોલકાતાના ટ્રાવેલ એજન્ટ કહ્યું હતું કે તેના આ સપનાને પૂરું કરવા માટે 60 હજાર રૂપિયાની તેની બચત પૂરતી નથી. ટ્રાવેલ એજન્ટે 1 લાખ 50 હજરાનું બજેટ આપ્યું. પરંતુ પાત્રાએ હાર માની નહીં અને બીજો વિકલ્પ શોધવાનો નિર્ણય કર્યો. તેણે પોતાના ત્રણ માળના મકાનને આર્જેન્ટિનાના રંગમાં રંગી નાખ્યું. ઉત્તર 24 પરગણ જિલ્લાના નવાબગંજમાં ચાની દુકાન ચલાનારા પાત્રાનું કહેવું છે કે, હું સિગરેટ પીતો નથી અને દારૂ પણ પીતો નથી. મને માત્ર એક જ વસ્તુની લત છે અને તે લિયોનલ મેસી અને આર્જેન્ટિના છે. હું ઘણા પૈસા કમાતો નથી પરંતુ સુનિશ્ચિત કરું છું કે વર્લ્ડ કપ આવવા પર તેની કમાણીનો મોટો ભાગ બચાવીને રાખી શકું.

ઈર્છાપુર રેલવે સ્ટેશન પર જો તમે કોઈને પૂછશો કે આર્જેન્ટિનાની ચાની દુકાન ક્યા છે તો તેને જાણવા વાળા લોકો તમને ત્યાં સુધી પહોંચાડવામાં ખુશી મહેસૂસ કરશે. પાત્રાની ચાની દુકાન અને ઘર જે ગલીમાં છે ત્યાં આર્જેન્ટિનાના ઝંડા લહેરાયેલા જોવા મળે છે. દર ચાર વર્ષમાં જ્યારે વર્લ્ડ કપ યોજાય છે ત્યારે પાત્રા પોતાના ત્રણ માળના મકાન પર લાીટ ભૂરા અને સફેદ રંગનો કલર કરાવે છે. તેના ઘરની નજીકમાં જ તે ચાની દુકાન ચલાવે છે. ત્રણ રૂમના આ ઘરમાં અંદર ઘૂસતાની સાથે જ તમારી પર ફૂટબોલની દિવાનગી ચઢી જશે. રૂમની દરેક દિવાલ આર્જેન્ટિનાના રંગમાં રંગાયેલી છે, અહીં સુધી કે પૂજાઘર પણ તે જ કલરમાં છે. દરેક રૂમમાં મેસીના મોટા પોસ્ટર લાગ્યા છે. પાત્રા સિવાય તેની પત્ની સપના અને 10 વર્ષની પુત્રી નેહા અને 10 વર્ષનો પુત્ર શુભમ પણ મેસીના જબરજસ્ત ફેન છે.

પાત્રાએ કહ્યું હતું કે મારા બાળકો મેસી અંગે બધુ જાણે છે. તેને ખાવામાં શું પસંદ છે, તે કંઈ કાર ચલાવે છે, બધુ જ. તેો મેસીની એક મેચ છોડતા નથી. જો પરીક્ષા દરમિયાન મેચ હોય તો રાતે જલદી સૂવાનું નાટક કરે છે જેથી તે મોબાઈલ પર લાઈવ મેચ જોઈ શકે. મેસીના જન્મદિવસે તે કેક કાપવા સિવાય બ્લડ ડોનેશન કેમ્પ પમ ચલાવે છે અને તે દિવસે બધાને ચા અને સમોસા ફ્રીમાં આપે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp