જાણો ઈતિહાસમાં 19 માર્ચનું મહત્ત્વ

PC: behindwoods.com

19 માર્ચ 1972મા ભારત અને બાંગલાદેશ વચ્ચે મૈત્રી કરાર પર હસ્તાક્ષર થયા હતા. આ કરાર પર હસ્તાક્ષર કરનાર ભારતના પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધી અને બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ મુજીબુર રહેમાન હતા.

1990મા આજના દિવસે કેનેડામાં પહેલીવાર મહિલાઓ માટે વિશ્વ આઈસ હોકી ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં કેનેડાની ટીમે ગોલ્ડ મેડલ, અમેરિકાની ટીમે સિલ્વર મેડલ, અને ફિનલેન્ડની ટીમે બ્રોન્ઝ મેડલ જીત્યા હતા.

1953મા આજના દિવસે એકૅડેમી અવોર્ડસ સેરેમની ટેલીવિઝન પર પહેલીવાર ટેલીકાસ્ટ કરવામાં આવી હતી, આ પહેલા ક્યારેય ટેલીવિઝન પર આ પ્રકારના શો આવતા ન હતા. 

1984મા આજના દિવસે ભારતીય અભિનેત્રી તનુશ્રી દત્તાનો જન્મ થયો હતો. તનુશ્રી દત્તાએ 2004મા મિસ ઈન્ડિયા યુનિવર્સનું ટાઈટલ જીત્યું હતું.

2008મા આજના દિવસે રઘુવરણ નામના અભિનેતાનું મૃત્યુ થયું હતું. તેમણે 200 કરતા વધુ ફિલ્મોમાં કામ કર્યું છે જેમાં મલયાલમ, તમિલ, તેલુગુ અને હિન્દી ફિલ્મોનો સમાવેશ થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp