જાણો ઇતિહાસમાં 20 માર્ચનું મહત્ત્વ

PC: wincalendar.com

20 માર્ચ 2014ના રોજ ફેમસ લેખક, કવિ અને પત્રકાર એવા ખુશવંત સિંહનું મૃત્યુ થયું હતું. તેમણે 'ટ્રેન ટુ પાકિસ્તાન' નામની નવલકથા લખી હતી, જેના માટે તેમને યાદ કરવામાં આવે છે. આ સિવાય સંતા બંતા જેવા હાસ્ય પાત્રોની રચના પણ તેમણે જ કરી હતી જે આજે પણ ખૂબ જ પ્રખ્યાત છે.

1916મા આજના દિવસે આલબર્ટ આઇનસ્ટાઇનની જનરલ થીયરી ઓફ રીલેટીવીટીને પ્રથમ વખત પ્રકાશિત કરવામાં આવી હતી. જનરલ થીયરી ઓફ રીલેટીવીટીને વિજ્ઞાનના સિદ્ધાંતોનો આધાર માનવામાં આવે છે.

આજે ઇન્ટરનેશનલ ડે ઓફ હેપ્પીનેસ છે. વર્ષ 2018ના રિપોર્ટ મુજબ ફિનલેન્ડ, નોર્વે, ડેનમાર્ક, આઈસલેન્ડ અને સ્વિટ્ઝર્લેન્ડ સૌથી ખુશ દેશો છે જ્યારે ભારત પાકિસ્તાન, ચીન જેવા દેશોથી પાછળ છે. ભારતનો ક્રમ આ લિસ્ટમાં 133મો છે. સૌથી દુખી દેશ અફઘાનીસ્તાન અને સીરિયા છે.

આજે વર્લ્ડ સ્પેરો ડે એટલે કે આંતરરાષ્ટ્રીય ચકલી દિવસ છે. આજકાલ ચકલીઓ શહેરોમાં ખૂબ જ ઓછી જોવા મળે છે. ચકલીઓ ઓછી દેખાવાનું કારણ મોબાઈલ ટાવર અને પ્રદુષણ છે. એવું લાગે છે કે હવે આગળની પેઢી કદાચ જ ચકલીને જોઈ શકશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp