જાણો ઈતિહાસમાં 18 માર્ચનું મહત્ત્વ

PC: cnbc.com

18 માર્ચ 1858ના રોજ રુડોલ્ફ ક્રિસ્ટીન કાર્લ ડીઝલનો જન્મ પેરીસમાં થયો હતો. તેઓ એક જર્મન ઈન્વેન્ટર અને મીકેનીકલ એન્જિનિયર હતા. પહેલાં તેમણે વેજીટેબલ ઓઈલથી ચાલતું એન્જિન બનાવ્યું હતું તેના આધાર પર આગળ ચાલીને ડીઝલ એન્જીનની શોધ કરી હતી, જે દુનિયા માટે ખૂબ જ મહત્ત્વની સાબિત થઈ હતી.

વર્ષ 1965મા એલેક્સી લીઓનોવએ પહેલીવાર આજના દિવસે સ્પેસવોક કરી હતી. લીઓનોવે પોતાના અંતરિક્ષયાનમાંથી બહાર નીકળીને 12 મિનિટ માટે વોક કરી હતી તે સમય દરમિયાન તેમનું સ્પેસસુટ એટલું ફૂલી ગયું હતું કે તેમને ફરી પાછાં અંતરિક્ષયાનમાં પ્રવેશવા માટે ખૂબ જ મહેનત કરવી પડી હતી.

1922મા આજના દિવસે મહાત્મા ગાંધીને 6 વર્ષની જેલની સજા આપવામાં આવી હતી. ગાંધીજીને સવિનય અવજ્ઞા આંદોલન દરમિયાન સભાઓ કરવા માટે સજા આપવામાં આવી હતી. ત્યારબાદ મહાત્મા ગાંધીને 1924મા છોડી દેવામાં આવ્યા હતા.

આજે હિન્દી સિનેમાના સદાબહાર અભિનેતા શશી કપૂરનો જન્મ દિવસ છે. શશી કપૂરનો જન્મ 1938મા કોલકતામાં થયો હતો. શશી કપૂરે 1948મા આગ નામની પહેલી ફિલ્મ દસ વર્ષની ઉમરે કરી હતી. તે સિવાય તેમણે દીવાર, જબ જબ ફૂલ ખીલે, આવારા, સિલસિલા, સત્યમ શિવમ સુન્દરમ, ક્રાંતિ જેવી અનેક ફિલ્મોમાં ખૂબ જ સારો અભિનય કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp