Video: સલૂનવાળાએ વગાડ્યું એવું ગીત કે સાંભળતા જ ધ્રુસકે ધ્રુસકે રડ્યો વ્યક્તિ

આજે શું ક્યારે વાયરલ થઈ જાય તેની ખબર નથી હોતી. રોજ અવનવા વીડિયો વાયરલ થતાં રહેતા હોય છે, જેમાં હસી, મજાક મસ્તી જેવા અનેક મુદ્દાઓ પર વીડિયો બનાવવામાં આવ્યા હોય છે. હવે તો શોર્ટ વીડિયો એપ પણ આવી ગઈ છે. તો તેમાં ઘણા ફની વીડિયો બનાવતા હોય છે અને તેમાંથી કેટલાક વીડિયો વાયરલ થઈ જતાં હોય છે. લોકો તેની મજા લેતા હોય છે, આજે અમે પણ તમારા માટે એક રસપ્રદ વાયરલ વીડિયો સાથે તમારી વચ્ચે આવ્યા છીએ.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પર એક વીડિયો ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વ્યક્તિ સલૂનમાં પહોંચે છે અને પછી એક ગીત વાગ્યા બાદ તે રડવા લાગે છે. ઉલ્લેખનીય છે કે આ વીડિયોને મેક જોક ઓફ (કાનપુરીયા મસ્તી) નામના ફેસબુક પેજ પર અશોક સાહૂ નામના યુઝરે પોસ્ટ કર્યો છે. પોસ્ટ સાથે જ તેણે ફની મીમ્સ સાથે લખ્યું છે કે કૃપયા સલૂનવાળાઓને નિવેદન છે કે આવા સોંગ ન ચલાવ્યા કરે.

પોસ્ટ કરવામાં આવેલા વીડિયોમાં જોવા મળે છે કે સલૂનમાં એક વ્યક્તિ પોતાની હજામત કરાવવા માટે સલૂન પર આવ્યો છે અને જેવો જ હજામ પાસે પહોંચે છે ત્યારે જ ત્યાં વાગી રહેલા સોંગને સાંભળીને તે રડવા લાગે છે. ત્યારબાદ ત્યાં ઉપસ્થિત બધા લોકો હસવા લાગે છે. સલૂનમાં જ્યારે અજનબી તું હો જાઓ, ગેર હમ હો ના શકેંગે, કિસી બેગાને કે ખાતીર તુને અપનો કો ભુલા દિયા’ જેવુ જ તે સાંભળે છે ગળામાં પડેલા ગમછાને ચહેરા પર રાખીને રડવા લાગે છે.

એ જોઈને હજામત કરી રહેલો વાળંદ પણ હસવા લાગે છે. 30 સેકન્ડના આ વીડિયોમાં લગભગ 27 સેકન્ડ સુધી એ વ્યક્તિ રડવાની સ્થિતિમાં જ રહે છે. અત્યાર સુધી આ વીડિયોને 300થી વધારે વખતે શેર કરવામાં આવી ચૂક્યો છે, જ્યારે કમેન્ટ સેક્શનમાં ખૂબ મજાની વાતો લખવામાં આવી રહી છે કે પછી કોઈએ પોતાના મિત્રો વગેરેને પોસ્ટ સાથે ટેગ કરી રહ્યા છે, જેથી તેઓ પણ આ વીડિયોની મજા લઈ શકે. એક યુઝર લખે છે કે ખૂબ મોટું છળ થયું છે આ ભાઈ સાથે. તો હમેન્દર સિંહ રાઠોડ નામના યુઝરે લખ્યું ભાઈ એમ તો ન કરો રડવી દીધા.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp