પરિવારે જમીન ગીરવે મૂકીને દીકરાનું પર્વતારોહક બનવાનું સપનું સાકાર કર્યું

PC: regenorthosport.in

તેલંગાણાના વિકારાબાગ જિલ્લામાં તિરૂપતિ રેડ્ડીએ દુનિયાના બધાં જ સાતેય પર્વત શીખરો સર કરવાની મજબૂત ઇચ્છા શક્તિ બનાવી છે. તેઓ દુનિયાના સૌથી ઉંચા શીખર માઉન્ટ એવરેસ્ટ, માઉન્ટ કિલીમંજારો અને ઓસ્ટ્રેલિયાની માઉન્ટ કોસ્યુસ્કો ફતેહ કરી ચૂક્યાં છે. તેઓ માઉન્ટ એવરેસ્ટ સર કરનારા સૌથી નાની વયના પર્વતારોહી પણ છે. તિરૂપતિ રેડ્ડીએ 8 એપ્રિલના રોજ પોતાનું અભિયાન શરૂ કરીને તેને 28મેના રોજ સંપન્ન કર્યું હતું.

ખેડૂત પરિવારમાંથી આવનારા રેડ્ડી પરિવારની આર્થિક સ્થિત વધારે સારી ન હતી તે છતાં તેને ટ્રેનિંગ માટે પાંચ લાખ રૂપિયા ભેગા કરવા માટે પોતાની જમીન ગિરવે મૂકી દીધી હતી. રેડ્ડીએ એ ન્યુઝ એજન્સીને કહ્યું કે, હું ગરીબ પરિવારમાંથી આવું છું, પરંતુ મારા પરિવારે મારો હંમેશા સાથ આપ્યો છે. અમારી પાસે માત્ર 1 એકર જમીન છે પરંતુ મારું સપનું પૂર્ણ કરવા માટે ઘરના લોકોએ પાંચ લાખ રૂપિયા માટે જમીન ગીરવી મૂકી દીધી હતી.

રેડ્ડી હવે દુનયાના અન્ય ચાર શીખરો સર કરવા માગે છે. તે મલ્લી મસ્તાન બાબુથી પ્રેરિત છે. 40 વર્ષના મલ્લી મસ્તાનનું 2015માં અવસાન થયું હતું. મલ્લી મસ્તાને માત્ર 172 દિવસોમાં દુનિયાના 7 મહાદ્વિપો પરના સૌથી ઉંચા શીખરો સર કરીને અનોખો કિર્તીમાન બનાવ્યો હતો. આટલું જ નહીં તેમણે એન્ટાર્કટિકાના સૌથી ઉંચા અને માઉન્ટ વિનસન મૈસિફ સર કરનારા પણ તેઓ પહેલા ભારતીય પર્વતારોહક છે.

 

 

 

 

 

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp