ગોળી વાગવા છતાં સ્ટ્રેચર પર બીડી પીતો રહ્યો વ્યક્તિ, જુઓ વાયરલ Video
સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેને જોઈ તમે પણ હેરાન થઈ જશો. એક વ્યક્તિને ગોળી વાગી છે. પણ તેને હોસ્પિટલમાં સ્ટ્રેચર પર બીડી પીતો જોવામાં આવ્યો. તે ઘટના જણાવતા જણાવતા વચ્ચે વચ્ચે કશ લેતો દેખાઇ રહ્યો છે. આ વીડિયોને ઓરિસ્સાના સીનિયર IPS અરુણ બોથરાએ ટ્વીટર પર શેર કર્યો છે. જ્યાંથી આ વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
આ વીડિયો ઉત્તર પ્રદેશનો છે એવું જણાવવામાં આવી રહ્યું છે. વીડિયોમાં જોઈ શકાય છે કે સામે રિપોર્ટર ઊભા છે અને તે વ્યક્તિ તેમન સામે ઘટના વિશે જાણકારી આપી રહ્યા છે અને તેમના હાથમાં બીડી છે. તે સ્ટ્રેચર આડા પડી વાત કરી રહ્યા છે અને વચ્ચે વચ્ચે કશ લગાવી રહ્યા છે. ગોળી વાગ્યા પછી પણ તેમના હાથમાંથી બીડી છૂટી રહી નથી. IPS અરુણ બોથરાએ લખ્યું કે, વ્યક્તિએ બીડી છોડી નથી અને ચીન વાળા કહી રહ્યા છે જમીન છોડી દો.
અરુણ બોથરાએ વીડિયો શેર કરતા કેપ્શનમાં લખ્યું, હરિયાણાના આ ભાઈને ગોળી વાગી છે. કપડા લોહીયુક્ત છે, પણ હોસ્પિટલના સ્ટ્રેચર પર પણ આ વ્યક્તિએ બીડી છોડી નહીં અને ચાઈનાવાળા કહી રહ્યા છે જમીન છોડી દો. ત્યાર પછી અરુણ બોથરાએ જાણકારી આપી કે આ વીડિયો પશ્ચિમ ઉત્તર પ્રદેશનો છે.
हरियाणा के इस भाई को गोली लग गई. कपड़े खून से भरे हैं पर हॉस्पिटल के स्ट्रेचर पर भी इस बन्दे ने बीड़ी नहीं छोड़ी और चाईना वाले कह रहे है ज़मीन छोड़ दो
— Arun Bothra (@arunbothra) June 27, 2020
😂😂😂 pic.twitter.com/OE0LxzEw4P
આ વીડિયોને તેમણે 27 જૂનના રોજ શેર કર્યો હતો. જેને અત્યાર સુધીમાં 1 લાખથી વધુ વ્યૂ મળી ચૂક્યા છે. સાથે જ 11થી વધારે લાઇક્સ અને 3 હજારથી વધારે રિટ્વીટ્સ થઈ ચૂક્યા છે. લોકોએ વીડિયોને લઇ ઘણી રમૂજી પ્રતિક્રિયા આપી છે.
गोली की गलती की सजा बिड़ी को क्यों दे भला ??😟
— тωєєтℓι (@Fully_coffee) June 27, 2020
प्राण जाये पर सुट्टा ना जाये #BidiwalaJaat
— Major Amit Bansal (@majoramitbansal) June 27, 2020
😂 Naman hai inke jazbe ko 🙏
— Sasmita Mahapatra (@SM49142278) June 27, 2020
Should I laugh 🤣🤣🤣🤣or cry 😭😭
— Forestzz (@Forestz_1) June 27, 2020
Swag hae sir 🤣🤣
— Sudhanshu Kumar Sah 🇮🇳 (@Sudhanshu_K_Sah) June 27, 2020
એક યૂઝરે લખ્યું કે, પ્રણામ છે આમના જુસ્સાને. તો અન્ય એક વ્યક્તિએ લખ્યું, પ્રાણ જાય પણ બીડી છોડી શકાય નહીં. આ વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp