ડૉક્ટરોએ મૃત જાહેર કરેલો શખ્સ પોસ્ટમોર્ટમ માટે લઇ જવાતા ફરી જીવંત થયો

PC: jansatta.com

મધ્ય પ્રદેશના સાગર જિલ્લામાં એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. જ્યાં ડૉક્ટરોએ એક શખ્સને મૃત જાહેર કરી દીધાં બાદ તે જીવતો નીકળ્યો છે. કહેવામાં આવ્યું છે કે શખ્સને પોસ્ટમાર્ટમ માટે લઇ જવામાં આવ્યો હતો ત્યારે ડૉક્ટરે જોયું કે તે જીવતો છે. આ મામલે જિલ્લા હોસ્પિટલ સામે CMO એ તપાસની વાત કહી છે.

આ ઘટના સાગર જિલ્લામાં નાગરિક હોસ્પિટલની છે, જયાં ઇલાજ માટે લાવવામાં આવેલા વૃદ્ધ ખેડૂત કિશન કાસીરામને ડૉક્ટરોએ રાત્રે મૃત જાહેર કરી દીધો હતો, પરંતુ શુક્રવારે સવારે જ્યારે તેને પોસ્ટમાર્ટમ માટે લઇ જવામાં આવી રહ્યો હતો ત્યારે ફરજ પરના ડૉક્ટરોએ જોયું કે તે જીવતો છે. ત્યારબાદ હોસ્પિટલમાં CMO ડો. આરએસ રોશને ડૉક્ટરોની બેદરકારી ગણાવી તપાસની વાત કહી છે.

સ્થાનિક મીડિયા રિપોર્ટસ અનુસાર, પોલીસ જ્યારે મૃત જાહેર કરવામાં આવેલા વૃદ્ધનું પોસ્ટમાર્ટમ કરવા પહોંચી એ દરમિયાન તેના શ્વાસ શરૂ થઇ ગયા હતા. ત્યારબાદ તરત વૃદ્ધને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યાં હતા અને ફરી તેમનો ઇલાજ શરૂ કરવામાં આવ્યો હતો. જો કે ઇલાજ દરમિયાન ફરી તેનું મોત થયું હતું. આ આખાં મામલે હોસ્પિટલના CMO એ કહ્યું છે કે ડૉક્ટર દ્વારા કરવામાં આવેલી આ બેદરકારીની તપાસ કરવામાં આવશે અને દોષીઓને સજા કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે સરકારી હોસ્પિટલમાં ઇલાજને લઇને ઘણાં ધાંધિયા સામે આવતાં હોય છે પરંતુ આ પ્રકારની બેદરકારીના કિસ્સાં ઘણાં ઓછા સામે આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp