ગૌશાળામાં ભણીને દૂધવાળાની છોકરીએ ક્રેક કરી જ્યુડિશીયલ સર્વિસની પરીક્ષા

PC: indiatv.in

ધૈર્ય અને દ્રઢ સંકલ્પની સાથે કંઈ પણ હાંસલ કરવામાં આવી શકે છે, તેની મિસાલ સાબિત કરી છે એક એવી છોકરીએ જેણે ગૌશાળામાં ભણીને બીએ, એલએલબી અને તેના પછી એલએલએમમાં ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું છે અને ટૂંક સમયમાં સત્તાધીશ બનવાની છે કારણ કે તેણે રાજસ્થાન જ્યુડિશીયલ સર્વિસ પરીક્ષાને ક્રેક કરી લીધી છે. જોકે આ અવિશ્વાસનીય લાગે છે પરંતુ સાચું છે. ઉદેપુરની સોનલ શર્મા(26), જે એક દૂધવાળાની છોકરી છે, તેણે ખાલી તેલના ડબ્બાથી બનેલા ટેબલ પર ગૌશાળામાં ભણીને આ મુકામ હાંસલ કર્યો છે. હવે તે રાજસ્થાનમાં સેશન કોર્ટમાં પ્રથમ શ્રેણી મેજીસ્ટ્રેટ પદે જોડાશે. સોનલ જ્યારે 10 વર્ષની હતી, ત્યારથી તે દરરોજ 4 વાગ્યે ઉઠીને ગૌશાળાની સફાઈ કરવા, પિતાની સાથે દૂધનું વેચાણ કરવા જવામાં મદદ કરતી હતી.

જોકે વચ્ચે વચ્ચે તે પોતાની શાળા અને પછી કોલેજ પણ જતી હતી, જ્યાંથી તે લાઈબ્રેરી હતી અને ભણવા માટે વિસ્તૃત નોટ્સ બનાવતી હતી કારણ કે ન્યાયિક પરીક્ષાઓ માટે કોચિંગ લેવું તેના માટે ક્યારેય પૂરું ન થાય તેવુા સપનાં જેવું હતું. અહીં સુધી કે તેણે પોતાની ન્યાયપાલિકા પરીક્ષાની તૈયારી કરવાની સાથે પણ ઉદેપુરના પ્રતાપ નગર વિસ્તારમાં પોતાના પિતાની ડેરીમાં મદદ કરતી હતી. જોકે 23 ડિસેમ્બરના રોજ સોનલને રાજસ્થાન ન્યાયિક સેવામાં પસંદગીના સંબંધમાં અધિસૂચનાના રૂપમાં લાઈફનો સૌથી સારો ઉપહાર મળ્યો હતો. અધિસૂચનાને લઈને સોનલે કહ્યું છે કે હું હંમેશા ન્યાયાધીશ બનવા માગતી હતી, કારણ કે હું ન્યાયને એક પુરસ્કૃત નોકરીના રૂપમાં માનું છું. મેં મારા બાળપણમાં ગરીબી જોઈ છે અને ગરીબોને પડતી ચેલેન્જથી વાકેફ છું. આથી મને વિશ્વાસ છે કે હું ઈમાનદારી સાથે પોતાની નોકરી કરીશ.

સોનલને જોધપુરમાં ન્યાયિક એકેડમીમાં એક વર્ષ ટ્રેનિંગ લીધા પછી સેશન કોર્ટમાં પ્રથમ શ્રેણીના જજ રૂપે નિમણૂક કરવામાં આવશે. શરૂઆતમાં મને મારા પિતાના ધંધા અંગે વાત કરવામાં શરમ આવતી હતી પરંતુ આજે મને તેમની સાથે મારી પારિવારીક પૃષ્ઠભૂમિ પર પણ ગર્વ છે. તે પરીક્ષાની તૈયારી માટે રોજના 10-12 કલાક ભણતી હતી. પોતાની મહેનત અંગે વાત કરતા તેણે કહ્યું છે કે હું મારું લક્ષ્ય ક્યારેય પણ ભટકવા દીધું નથી. હું કોઈ સોશિયલ મીડિયા સાઈટ પર પણ મારું અકાઉન્ટ બનાવ્યું નથી. 2018માં તે માત્ર એક પોઈન્ટ માટે લિસ્ટમાં આવતી રહી ગઈ હતી. મારા પિતાએ અમને એક સારું જીવન આપવા માટે ઘણી મહેનત કરી છે. તેમને સવારે વહેલી ઉઠીને મોડી રાતે સૂતા મેં જોયા છે, આથી હવે તેમની જવાબદારી મારે પૂરી કરવાની છે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp