ગાંધીનગર સચિવાલયમાં બંદર-રાજ... ગાડીઓને ગોબા, શાકભાજીની લૂંટ

PC: zeenews.india.com

બંદરના ખેલ હવે ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં પણ જોવા મળે છે. રાજા કરે રાજ અને બંદર કરે તા-રાજ... જૂના અને નવા સચિવાલયમાં ક્યાકેય બંદર દંગલ સર્જાય છે ત્યારે ભલભલા વાહનોને પછાડે છે અને નુકશાન કરે છે.

બંદરો કારના બોનેટ અને છત પર જઇને કૂદીને મોટો ખાડો પાડે છે. કર્મચારીઓની શાકભાજી ભરેલી કોથળી હાથમાંથી છીનવીને ઝાડ પર કૂદકા મારે છે. સચિવાલયના આ બંદરો લૂંટારૂં બની રહ્યાં છે. બંદરનો ત્રાસ લોકસભા અને રાજ્યસભામાં પણ ચમકે છે હવે ગુજરાત વિધાનસભામાં પણ બંદરોનો તરખાટ ચમકશે તેવું લાગી રહ્યું છે.

આ બંદરોને અટકાવવાનો કોઇ સરકારને અધિકાર નથી પરંતુ તેને નિયંત્રણમાં રાખી શકે છે. નવા સચિવાલયના બ્લોકની લોબીમાં બંદર-રાજ જેવો માહોલ ખડકાયો છે. બંદરો વિશ્રામ લેવા માટે સચિવાલયના બ્લોકની ગેલેરીમાં અને પાર્કિંગના સ્થળોએ એન્ટ્રી કરી રહ્યાં છે. પ્રતિદિન કર્મચારીઓના 10 વાહનોને નુકશાન કરી રહ્યાં છે છતાં તેને નિયંત્રણમાં લઇ શકાતા નથી.

પાર્કિંગમાં બંદરોના ટોળાં વાહન મસ્તીમાં કર્મચારીઓના વાહનોને ભારે નુકશાન કરે છે, તો બીજી તરફ સચિવાલયમાં માર્ગ રોકીને બેઠાં હોય છે. સચિવાલયમાં ખુલ્લા પાર્કિગમાં પાર્ક થયેલી સંખ્યાબંધ ગાડીઓના બોનેટ અને છત પર મોટા ગોબા પાડી દીધા છે. બંદરો પોલીસ માટે પણ પડકારરૂપ બની રહ્યાં છે.

સલામતી શાખાના એક જવાને કહ્યું હતું કે સચિવાલયમાં કર્મચારીઓ બપોરનું ભોજન અને નાસ્તો કરતાં હોય છે ત્યારે વધેલું ભોજન કે વધેલો નાસ્તો પાર્કિંગ અને ગાર્ડન જેવી જગ્યાએ છોડી દેતાં હોય છે તેના કારણે બંદરો વધારે આકર્ષાય છે. સચિવાલયની પાછળના ભાગે સાબરમતીની કોતરો અને જંગલોમાંથી બંદરો સચિવાલયમાં પ્રવેશ કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp