મંગળસુત્ર ગીરવે મૂકી ખરીદ્યુ ટીવી, કારણ જાણીને તમે પણ કહેશો મા તુજે સલામ

PC: intoday.in

કોરોના વાયરસને કારણે અનેક શાળા-કૉલેજને છેલ્લા ચારેક મહિનાથી તાળા લાગી ગયા છે. એવામાં વિદ્યાર્થીઓનો અભ્યાસ ટીવી અને બીજા ઓનલાઈન પ્લેટફોર્મ પરથી થઈ રહ્યો છે. એક મહિલાને પોતાના બાળકોના અભ્યાસ માટે ટીવી ખરીદવું હતું. પણ ગરીબ હોવાને કારણે એટલા પૈસા ન હતા. બાળકોને ભણાવવા માટે માતાએ જ પગલું ભર્યું એ જાણીને મહિલાની વાહ વાહ કરવી પડે. પોતાના બાળકોના અભ્યાસ માટે તેણે પોતાના પતિની નિશાની મંગળસુત્ર ગીરવે મૂકી દીધું હતું.

મંગળસુત્ર ગીરવી રાખ્યા બાદ જે પૈસા મળ્યા એ પૈસાથી મહિલાએ એ ટીવી ખરીદ્યું. આ કિસ્સો કર્ણાટક રાજ્યના ગડગ જિલ્લાના નાગાનર ગામમાંથી સામે આવ્યો છે. જ્યાં કસ્તુરી ચલવદી નામની એક મહિલાએ 12 ગ્રામનું પોતાનું સોનાનું મંગળસુત્ર ગીરવી મૂકી દીધું હતું. મહિલાએ આવું એટલા માટે કર્યું કારણ કે, બાળકો દુરદર્શન પરથી પ્રસારિત થતા અભ્યાસલક્ષી કાર્યક્રમથી અભ્યાસ કરી શકે. આ વાતની જાણ જ્યારે તલાટીને થઈ ત્યારે તેણે પોતાના અધિકારીઓને ગામમાં દોડાવ્યા હતા. આ મામલે જે વ્યક્તિએ પૈસા ઉધારમાં આપવા માટે મંગળસુત્ર ગીરવે લીધું હતું એ મહિલાને પરત કરવા માટે પણ તૈયાર થઈ ગયો હતો.

 

તેમણે મહિલાને ત્યાં સુધી કહ્યું કે, જ્યારે પણ પૈસાની સગવડ થાય ત્યારે પરત કરી દેશો. કસ્તુરીએ જણાવ્યું હતું કે, હાલમાં બાળકો ઘરે બેસીને દૂરદર્શન જોઈને અભ્યાસ કરી રહ્યા છે. અમારી પાસે કોઈ ટીવી ન હતું. બાળકો બીજાના ઘરે અભ્યાસ કરવા માટે જતા હતા. બાળકોનું ભાવિ અસ્પષ્ટ હતું. કોઈએ ઉધારીમાં પૈસા ન આપ્યા એટલે મેં વિચાર્યું કે, મંગળસુત્ર ગીરવે મૂકીને હું ટીવી લાવીશ. આ મહિલાનો પતિ મુત્તપ્પા દિહાડીમાં મજૂરીકામ કરે છે. કોરોના વાયરસને કારણે એને કોઈ કામ મળ્યું ન હતું. એમના બાળકો ધો.7 અને ધો.8માં અભ્યાસ કરી રહ્યા છે. જ્યારે એક દીકરીના લગ્ન થઈ ચૂક્યા છે. આ મામલો સામે આવ્યા બાદ સ્થાનિક લોકોએ ગરીબ મહિલાની મદદ એક ટીવી ખરીદવા માટે કરી. આ માટે થોડું ફંડ ઊભું કરવામાં આવ્યું. સમગ્ર કેસને રાજકીય સ્પર્શ લાગતા કોંગ્રેસના ધારાસભ્ય જમીર અહમદે રૂ.50 હજાર અને મંત્રી સીસી પાટિલે રૂ.20 હજારની રોકડ મદદ પરિવારને કરી. મહિલાની પુત્રીએ કહ્યું હતું કે, અમારા ટીચર ટીવીમાંથી અભ્યાસ કરવાની કહે છે એટલે ટીવીની ઘરમાં જરૂર પડી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp