એવું વૃક્ષ જેની સુરક્ષામાં 24 કલાક તહેનાત રહે છે પોલીસ, મળે છે VVIP ટ્રીટમેન્ટ

PC: laughinggujju.com

તમે કદાચ જ એવું સાંભળ્યું હશે કે કોઈ વૃક્ષની સુરક્ષામાં કોઈ VIP વ્યક્તિની જેમ 24 કલાકના પોલીસ તહેનાત રહેતા હોય. જો તેનું એક પાંદડું પણ તૂટીને નીચે પડે તો પ્રશાસન ટેન્શનમાં આવી જાય છે. ખાસ વાત એ પણ છે કે, આ વૃક્ષનું કોઈ ખાસ VIP વ્યક્તિની જેમ મેડિકલ ચેકઅપ પણ કરવામાં આવે છે. અમે અહીં વાત કરી રહ્યા છીએ એક VVIP વૃક્ષની જેનું નામ છે બોધી વૃક્ષ. તેને શ્રીલંકાના રાષ્ટ્રપતિએ અહીં આવીને રોપ્યું હતું. જણાવવામાં આવી રહ્યું છે કે, બૌદ્ધ ધર્મગુરુ માને છે કે, ભગવાન બુદ્ધે બોધગયામાં આ વૃક્ષની નીચે જ જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. તેમજ ભારતના સમ્રાટ અશોક પણ આ જ વૃક્ષની શાખાને શ્રીલંકા લઈને ગયા હતા.

સાંચી સ્તૂપની પાસે આવેલી એક પહાડી પર એક વેરાન સ્થાન પર આ વૃક્ષને રોપવામાં આવ્યું છે. જ્યારે આ વૃક્ષ મોટું થઈ જશે, તો ઘણા કિલોમીર દૂરથી જ તેના દર્શન કરી શકાશે. આ વૃક્ષના સ્વાસ્થ્યનું પણ ધ્યાન કોઈ વ્યક્તિની જેમ જ રાખવામાં આવે છે. 15 દિવસમાં એકવાર સરકાર તપાસ કરાવે છે. જરૂરી ખાતર અને પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવે છે. સરકારનો પણ પ્રયત્ન રહે છે કે, વૃક્ષનું એક પાન પણ ના તૂટે. આથી 24 કલાક તેની સુરક્ષા કરવામાં આવે છે. આ વૃક્ષની ચારેબાજુને ફેન્સિંગથી સુરક્ષિત રાખવામાં આવી છે. જો એક પાન પણ તૂટે તો પ્રશાસન ટેન્શનમાં આવી જાય છે.

સામાન્યરીતે લોકો તેને પીપળાનું વૃક્ષ માને છે, પરંતુ તેની કડક સુરક્ષાને જોતા તેમના મગજમાં એ પ્રશ્ન જરૂર ઉઠે છે કે, આ વૃક્ષ આટલું ખાસ શા માટે છે. 15 ફૂટ ઊંચી જાળીઓથી ઘેરાયેલું અને આસપાસ ઊભેલા પોલીસના જવાનોને જોતા આ વૃક્ષ કોઈ VVIP જેવું જ લાગે છે. તેની આટલી સુરક્ષા અને તેના સ્વાસ્થ્યનું ધ્યાન સરકાર એ રીતે રાખે છે, જેને રણે લોકો તેને VVIP વૃક્ષ કહેવા માંડ્યા છે. તમામ પ્રકારની સુરક્ષા માટે આ અતિવિશિષ્ટ વૃક્ષ મધ્ય પ્રદેશની રાજધાનીની પાસે સ્થિત સાંચીની પહાડી પર સ્થિત છે.

તેને પર્યટકો જોવા માટે મોટી સંખ્યામાં અહીં આવે છે. સરકારે તેના માટે ખાસ વ્યવસ્થા પણ કરી છે. તેની દેખરેખ ઉદ્યાનિકી વિભાગ, રાજસ્વ, પોલીસ અને સાંચી નગરપરિષદ મળીને કરે છે. આ તમામ વિભાગ આ બોધિ વૃક્ષનું ધ્યાન રાખવા માટે હંમેશાં એલર્ટ મોડમાં રહે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp