23ની ઉંમરમાં બની 11 બાળકોની માતા, 105 બાળકોના માતા-પિતા બનવા માગે છે આ કપલ

PC: thesun.co.uk

એક કરોડપતિ દંપતીનું કહેવુ છે કે, તે દુનિયાનો સૌથી મોટો પરિવાર બનવા માગે છે. દંપતી 105 બાળકોના પેરેન્ટ્સ બનવા માગે છે. રસપ્રદ વાત એ છે કે, તેમના પહેલાથી જ 11 બાળકો છે. કરોડપતિ દંપતીએ તેને માટે પોતાનો પ્લાન જણાવ્યો છે. રશિયામાં રહેતી 23 વર્ષીય ક્રિસ્ટીના અને 56 વર્ષીય ગૈલીપ પતિ-પત્ની છે. ગૈલીપ એક કરોડપતિ બિઝનેસમેન છે. આ રશિયન દંપતીના હાલ 11 બાળકો છે, પરંતુ તેઓ હજુ વધુ બાળકોની ઈચ્છા રાખે છે.

ક્રિસ્ટીના અને ગૈલીપનું કહેવુ છે કે, તેઓ 105 બાળકોની સાથે ઈતિહાસ બનાવવા માગે છે. તેને પૂર્ણ કરવા માટે તેઓ સરોગેસીનો સહારો લેશે. તેમા જે પણ ખર્ચો થશે તેને ઉઠાવવા માટે પણ કપલ તૈયાર છે. ક્રિસ્ટીના કહે છે કે, તે માતૃત્વની આદી છે.

કરોડપતિ દંપતીને આશા છે કે, સરોગેસીનો ઉપયોગ કરીને હજુ અનેક ડઝન બાળકો જન્મશે. બિઝનેસમેન ગૈલીપનું કહેવુ છે કે, તેને માટે તે કરોડ કરતા પણ વધુ પૈસા ખર્ચવા માટે તૈયાર છે. દંપતીએ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર સમજાવ્યું કે, તેમણે 105 બાળકો અંગે એકબીજા સાથે વાત કરી છે.

જોકે, ગૈલીપ અને ક્રિસ્ટીનાએ એ નક્કી નથી કર્યું કે, કેટલા બાળકો નવા આવશે, પરંતુ તેઓ કહે છે કે બાળકોની યોગ્યરીતે દેખરેખ રાખવામાં આવશે. તેમની 6 વર્ષીય સૌથી મોટી દીકરી વીકાનો જન્મ સ્વાભાવિકરીતે જ ક્રિસ્ટીના દ્વારા થયો હતો, જ્યારે તેમના અન્ય તમામ 10 બાળકો સરોગેસીના માધ્યમથી જન્મ્યા છે.

ક્રિસ્ટીનાએ જણાવ્યું હતું કે, હાલ મારા 10 બાળકો છે, ગત મહિનાના અંતમાં વધુ એક બાળક આવ્યું છે. 6 વર્ષ પહેલા સૌથી મોટી દીકરી વીકાને જન્મ આપ્યો હતો. બાકીના તમામ બાળકો સરોગેસી દ્વારા આવ્યા છે.

ક્રિસ્ટીનાએ કહ્યું કે, મને નથી ખબર કે અંતે કેટલા બાળકો હશે, પરંતુ અમે નિશ્ચિતરીતે જ 10 પર અટકવાની યોજના નથી બનાવી રહ્યા. અમે હજુ પણ અંતિમ સંખ્યા વિશે વાત કરવા માટે તૈયાર નથી.

ક્રિસ્ટીનાએ કહ્યું કે, દરેક બાબતનો પોતાનો એક સમય હોય છે. હાલ આ જોડી, જે જ્યોર્જિયાના બટુમીમાં રહે છે, વર્તમાનમાં સરોગેસીના અન્ય વધુ વિકલ્પ શોધી રહી છે.

23 વર્ષીય ક્રિસ્ટીનાને બાળકો સાથે ખૂબ જ પ્રેમ છે. આ કારણે તે આટલી નાની ઉંમરમાં 11 બાળકોનું પાલન-પોષણ કરી રહી છે. પરંતુ, બાળકોને લઈને તેમની દીવાનગી હજુ પણ ઓછી નથી થઈ. ક્રિસ્ટીના ભવિષ્યમાં પણ ઘણા બધા બાળકોની માતા બનવા માગે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp