મુંબઈમાં બિઝનેસમેને ખરીદ્યું 1000 કરોડનું ઘર, જુઓ દેશના સૌથી 7 મોંઘા ઘરના ફોટોઝ

PC: aajtak.in

મોંઘા ઘરો હંમેશા લોકોમાં ચર્ચાનું સ્થાન બનેલા રહેતા હોય છે. તેમની સાઈઝથી લઈને કિંમત ઉપરાંત તેમના ઈન્ટીરિયર અંગે સૌ કોઈને જાણવાનું તલપ હોય છે અને જ્યારે વાત દેશના કેટલાંક મોંઘા ઘરોની આવે તો તે વધારે દિલચસ્પ બની જતા હોય છે કે તે કોનું ઘર છે અને ક્યાં સ્થિત છે. તો ચાલો જોઈ લઈએ દેશના કેટલાંક મોંઘા ઘર અંગે કે તે ક્યાં છે અને કોણ તે ઘરના માલિક છે.

અસલમાં જ હાલમાં જ અરબપતિ રોકાણકાર અને ડી-માર્ટના ફાઉન્ડર રાધાકિશન દમાનીએ દક્ષિણ મુંબઈના માલાબાર હિલ્સમાં 1001 કરોડ રૂપિયાનું ઘર ખરીદ્યું છે, જેને દેશના સૌથી મોંઘા ઘરોમાંનુ એક માનવામાં આવી રહ્યું છે. દમાનીએ પોતાના નાના ભાઈ ગોપીકિશન દમાની સાથે મળીને આ પ્રોપર્ટી ખરીદી છે.

ભારતના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીના એન્ટીલિયાને દુનિયાનું સૌથી મોંઘુ ઘર માનવામાં આવે છે. ફોર્બ્સના એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે આ ઘરની કિંમત 7337 કરોડ રૂપિયા કરતા પણ વધારે છે. ફોર્બ્સે તેને દુનિયાના સૌથી મોંઘા ઘરોના લિસ્ટમાં સામેલ કર્યું હતું. એટલાન્ટિક મહાસાગરના એક પૌરાણિક દ્વીપના નામ પરથી તેનું નામ એન્ટિલિયા રાખવામાં આવ્યું છે.

આ સિવાય મુંબઈના પાલી હિલ્સમાં બનેલુ અનિલ અંબાણીનું ઘર 66 મીટર ઊચું છે. તે સિવાય આ ઘર 16000 સ્ક્વેર ફૂટમાં બનેલું છે. અનિલ અંબાણીના આ ઘરની કિંમત 5000 કરોડ રૂપિયાની આસપાસની હોવાનું માનવામાં આવી રહ્યું છે.

પીટીઆઈના એક રિપોર્ટ પ્રમાણે પુનાવાલા ગ્રુપના ચેરમેન સાયરસ પુનાવાલાએ બ્રિચ કેન્ડીમાં અમેરિકન કોન્સ્યુલેટના લિંકન હાઉસ માટે 750 કરોડ રૂપિયાની બોલી લગાવી હતી. આ બોલી 2015માં લગાવવામાં આવી હતી. આ દેશના કોઈ પણ બંગલા માટેનૌ સૌથી મોટો સોદો હતો.

2015માં ઉદ્યોગપતિ કુમાર મંગલમ બિરલાએ માલાબાર હિલ્સમાં 30000 વર્ગ ફૂટમાં ફેલાયેલા જટિયા હાઉસ માટે 425 કરોડ રૂપિયાની બોલી લગાવી હતી. તેમણે માહેશ્વરી હાઉસનો રેકોર્ડ તોડ્યો હતો, જે 2012માં 400 કરોડ રૂપિયામાં વેચાયું હતું.

બોલિવુડના સુપરસ્ટાર શાહરુખ ખાનનું ઘર મન્નત પણ ભારતમાં બનેલા સૌથી મોંઘા ઘરોમાનું એક માનવામાં આવે છે. આ બાંદ્રામાં આવેલું છે. જ્યારે શાહરુખ ખાને આ સંપત્તિ ખરીદી હતી તે સમયે તેને વિલા વિયના કહેવામાં આવતી હતી, પછીથી તેનું નામ મન્નત કરવામાં આવ્યું હતું. ફાયનાન્સિયલ એક્સપ્રેસના રિપોર્ટની માનીએ તો આ ઘરની અંદાજિત કિંમત આશરે 200 કરોડ રૂપિયા છે.

કિંગ ફિશરના માલિક વિજય માલ્યાનું ઘર વ્હાઈટ હાઉસ ઈન ધ સ્કાય પણ દેશના પસંદગીના આલિશાન ઘરોમાંનુ એક છે. આ બંગલાની કિંમત લગભગ 100 કરોડ રૂપિયા હોવાનું અંદાજો લગાડવામાં આવી રહ્યો છે. જે બેંગ્લોરમાં આવેલું છે. બિઝનેસ ઈનસાઈડરના એક રિપોર્ટ પ્રમાણે આ ઘરમાં એ તમામ સુવિધાઓ છે જેના અંગે સામાન્ય માણસની કલ્પના બહારની વાત કહી શકાય.

ટાટા ગ્રુપના માલિક રતન ટાટાનો બંગલો પણ સૌથી મોંઘા ઘરોમાં આવે છે. 125-150 કરોડ સુધીનો આ બંગલો મુંબઈના કોલાબામાં સ્થિત છે. બિઝનેસ ઈનસાઈડરના એક રિપોર્ટ પ્રમાણે, આશરે 15000 વર્ગ ફૂટમાં પથરાયેલું આ ઘર સૌથી શાનદાર અને ખાસ ઘરોમાંનું એક છે.    

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp