મુસ્લિમ યુવકે વેલેન્ટાઈન ડેના દિવસે ટ્રાન્સજેન્ડર સાથે કર્યા લગ્ન

PC: ANI

કહેવાય છે કે, પ્રેમને સીમાઓમાં બાંધી નથી શકાતો અને તે બંધનોને નથી માનતો. આવું જ એક ઉદાહરણ ઈંદોરમાં જોવા મળ્યું છે. જ્યાં એક વ્યક્તિએ એક ટ્રાન્સજેન્ડરને પોતાનો જીવનસાથી બનાવી લીધો. એક ટ્રાન્સજેન્ડર સાથે લગ્ન કરવાને કારણે યુવકના પરિવારજનો નારાજ છે, પરંતુ તેને આશા છે કે, તેઓ જલદી જ માની જશે. વરરાજા બનેલા ઝુનૈદ ખાને જણાવ્યુ હતુ કે, હું ઈચ્છું છું કે મારા પરિવારજનો મારો સ્વીકાર કરી લે, પરંતુ જો તેઓ અમને નહીં સ્વીકારશે તો હું મારી પત્ની સાથે રહીશ. હું મારી પત્નીને ખૂબ જ પ્રેમ કરું છું અને તેને હંમેશાં ખુશ રાખીશ.

વધુ બનેલી ટ્રાન્સજેન્ડર જયા સિંહે જણાવ્યુ હતુ કે, કોઈક ટ્રાન્સજેન્ડર વ્યક્તિ માટે લગ્ન કરવા એ એક ખૂબ જ મુશ્કેલ ટાસ્ક છે કારણ કે, તેને સમાજમાં હજુ માન્યતા નથી મળી. તેના માતા-પિતા અમારા લગ્નની વિરુદ્ધ હતા છતા તેણે મારી સાથે લગ્ન કર્યાં. આશા છે કે, તે અમને જલદી સ્વીકારી લેશે અને એક દિવસ હું મારા સાસુ-સસરાની સેવા કરીશે.

ટ્રાન્સજેન્ડર જયા બદલાવ સમિતિ નામની બિનસરકારી સંગઠનમાં સામાજિક કાર્યકર્તા તરીકે જોડાયેલી છે. LGBT સમુદાયના હિતમાં કામ કરનારા આ સંગઠનના મીડિયા પ્રભારી રોહિત ગુર્તાએ જણાવ્યુ હતુ કે, પહેલા જયા કિન્નરોની સ્થાનિક સંસ્થા સાથે સંકળાયેલી હતી અને અન્ય કિન્નરોની સાથે લોકો પાસેથી નેગ માંગતી હતી. પરંતુ, હવે તે કિન્નરોને છોડીને પોતાનો રોજગાર શરૂ કરવા માંગે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp