આ ભારતીયને મળ્યું 857 કરોડ રૂપિયાનું સેલેરી પેકેજ

PC: thehindu.com

ટેક્નોલોજી સેક્ટરના દિગ્ગજ નિકેશ અરોરાને પાલો અલ્ટો નેટવર્કના સીઈઓ બનાવવામાં આવ્યા છે. પાલો અલ્ટો નેટવર્ક એક સાયબર સિક્યોરિટી કંપની છે. જણાવી દઈએ કે ટેક્નોલોજી સેક્ટરમાં નિકેશનું કરિયર ઘણું લાબું રહ્યું છે. પાલો અલ્ટો નેટવર્ક પહેલા તે સોફ્ટ બેંક અને ગુગલમાં પણ કામ કરી ચૂક્યા છે.

નિકેશની વર્ષની સેલરી 6.7 કરોડ રૂપિયા હશે. એટલું જ નહીં તેમને બોનસ પણ મળશે. તે સિવાય કંપની તરફથી 268 કરોડ રૂપિયાના શેર મળશે, જેને તે 7 વર્ષ સુધી પેચી શકશે નહીં. તેવામાં જો નિકેશ અરોરા પાલો અલ્ટો નેટવર્કના શેરની કિંમત 7 વર્ષની અંદર 300 ટકા વધવામાં કામયાબ રહે તો તેમને 442 કરોડ રૂપિયા વધારે મળશે. તેની સાથે જ નિકેશ પોતાના પૈસાથી પાલો અલ્ટો નેટવર્કના 134 કરોડ રૂપિયાના શેર ખરીદી શકે છે અને એટલી જ કિંમતના શેર તેમને કંપની તરફથી આપવામાં આવશે, જેને તે 7 વર્ષ સુધી વેચી શકશે નહીં.
નિકેશ અરોરાને કંપનીમાં માર્ક મિકલોક્લીનની જગ્યા મળી છે. માર્ક 2011થી પાલો અલ્ટો નેટવર્કના સીઈઓ હતા. પરંતુ માર્ક હજુ પણ કંપનીના બોર્ડના વાઈસ ચેરમેન બની રહેશે. તેવામાં નિકેશ અરોરા બોર્ડના ચેરમેન પણ હશે.

50 વર્ષના નિકેશ અરોરાનો જન્મ 6 ફેબ્રુઆરી 1968માં ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં થયો છે. નિકેશના પિતા ઈન્ડિયન એરફોર્સમાં ઓફઇસર હતા. તેમણે ગ્રેજ્યુએશન બીએચયુ આઈટીથી ઈલેક્ટ્રોનિક એન્જિનિયરીંગમાં કર્યું હતું. તેમણે વિપ્રોમાં પહેલી નોકરી કરી હતી. પરંતુ વિદેશમાં જઈ બોસ્ટનની નોર્થ-ઈસ્ટર્ન યુનિવર્સિટીમાંથી એમબીઅ કર્યું હતું.

અરોરા પાસે સાયબર સિક્યોરિટીનો કોઈ અનુભવ નથી. 2014માં અરોરાએ સોફ્ટ બેંક જોઈન્ટ કર્યું હતું. બેંકમાં તેને ગ્લોબલ ઈન્ટરનેટ ઈન્વેસ્ટમેન્ટ પ્રમુખની જવાબદારી આપવામાં આવી હતી. પછી તેના કાર્યને લીધે તેને સોફ્ટ બેંકના બોર્ડમાં સામેલ કરવામાં આવ્યો હતો. નિકેશે 2004 થી 2007 સુધી ગુગલના યુરોપ ઓપરેશનના પ્રમુખ રહ્યા હતા. 2011માં તે ગુગલમાં ચીફ બિઝનેસ ઓફિસર બની ગયા હતા અને તેની સાથે જ તે શ્રેણીમાં આવી ગયા જેને ગુગલ સૌથી વધુ પગાર આપતું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp