વાયુ વાવાઝોડું જમીન પર આવે તે પહેલા જ એકનું મોત

PC: indiatoday.in

વાયુ વાવાઝોડાએ હજુ જમીન પર પગરણ માંડ્યા નથી ત્યાં એકનું મોત થયું છે. વાવાઝોડુ ગુજરાતના સૌરાષ્ટ્ર દરિયાકાંઠે જમીન પર પ્રવેશ કરશે. તે ગુરૂવારે બપોરે પોરબંદર નજીકથી પ્રવેશ કરશે પરંતુ તે પહેલા જ એક મોત થયું છે.
મુંબઇના ચર્ચગેટ રેલવે સ્ટેશન પરથી એક રાહદારી પસાર થયો હતો ત્યારે વાયુ વાવાઝોડાની અસરને કારણે ભારે પવન શરૂ થઇ ગયો હતો . ત્યારે રાહદારી પર એક કટઆઉટ પડતા મોત થયું હતું. અધિકારીઓના જણાવ્યા અનુસાર મધુકર નર્વેકર (62) ચર્ચગેટ સ્ટેશનના બિલ્ડિંગ નજીકથી પસાર થતા હતા ત્યારે મહાત્મા ગાંધીના એક 81 બાય 54 ફૂટના કટઆઉટનો એક ટુકડો તેમની ઉપર પડ્યો હતો. તેઓ તરત જ ત્યાં ઘવાઇને બેહોશ થઇ ગયા હતા. તેમને તરત હોસ્પિટલ લઇ જવાયા હતા. તેમને માથા અને છાતીના ભાગે ઇજા થતા મોત થયું હતું. ચર્ચગેટ સ્ટેશનના બિલ્ડિંગના બીજા અને ત્રીજા માળ પર આ કટઆઉટ લાગેલુ હતું. કટઆઉટનો ટુકડો પડતા ત્રણ લોકોને ઇજા થઇ હતી. રેલવે અધિકારીઓએ જણાવ્યું હતું કે ઘવાયેલા અને મૃતકને નિયમ મુજબ વળતર આપવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp