પહોંચના થા 'શાદી' મેં, પહોંચ ગયે 'જેલ'

PC: ndtvimg.com

બાંગ્લાદેશમાં એક વિચિત્ર ઘટના બની હતી. હેલિકોપ્ટરમાં નીકળેલા કેટલાંક મુરતિયાઓ પાયલટની ભૂલને કારણે લગ્ન સમારંભના સ્થાને જેલમાં પહોંચી ગયા હતા. પાયલટ રસ્તો ભટકી જવાના કારણે તેણે હેલિકોપ્ટર જેલમાં લેન્ડ કરાવ્યું હતું. જેલમાં હેલિકોપ્ટર આવતા જોતા ત્યાં અફરાતફરી થઈ ગઈ હતી. સુરક્ષા કર્મચારીઓ પણ સમજી શક્યા ન હતા કે આ હેલિકોપ્ટર ક્યાંથી આવ્યું. તેમને લાગ્યું કે કોઈ આતંકી સંગઠન પોતાના સાથીદારોને છોડાવવા આવ્યું છે. હુમલાની આશંકાને કારણે તમામ પોલીસકર્મીઓ એલર્ટ મોડમાં આવી ગયા હતા.

જ્યારે જેલકર્મીઓ હેલિકોપ્ટર નજીક પહોંચ્યા ત્યારે તેમણે તૈયાર થયેલા 5 લોકોને જોયા અને જ્યારે તેઓ બહાર આવ્યા ત્યારે તમામ વાત સ્પષ્ટ થઈ હતી. પાયલટે ત્યાં પોતાની ભૂલ કબૂલી હતી. આ કારણસર તેમને છોડી દેવામાં આવ્યા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp