માલિકનો શવ જોઈ પાળતું વાનરે પણ ત્યાગ્યા પ્રાણ, એક જ ચિતા પર કરાયા અંતિમ સંસ્કાર

PC: amarujala.com

ઉત્તર પ્રદેશના ફતેહપુર જિલ્લાના કિશનપુરમાં આવેલા પાખરતર મહોલ્લામાં સેવાનિવૃત્ત શિક્ષકનું મોત થતા પાલતુ વાંદરાએ શવની નજીક પહોંચીને પ્રાણ ત્યાગી દીધા હતા. કેટલાક લોકો આ ઘટનાને સંજોગ ગણાવી રહ્યા છે, તો કેટલાક લોકો આ ઘટનાને અતૂત સંબંધ ગણાવી રહ્યા છે.

સેવાનિવૃત્ત શિક્ષક શિવરાજ સિંહ (ઉં. વ. 75)એ 20 વર્ષથી એક વાંદરાને પાળી રાખ્યો હતો. શિવરાજ ભત્રીજા દેવપાલના પરિવાર સાથે રહેતા હતા. તેમની પત્નીનું ત્રણ વર્ષ પહેલા જ મોત થઈ ગયું હતું અને તેમને કોઈ બાળકો નહોતા. આથી, વાંદરાને જ તેઓ પોતાના બાળકની જેમ પ્રેમ કરતા હતા. વધતી ઉંમરના કારણે બીમાર રહેતા શિવરાજને હરવા-ફરવામાં પણ મુશ્કેલી પડી રહી હતી. આથી, વાંદરો શેરીઓમાં રખડતો હતો. તો લોકો આ વાંદરાને હેરાન કરી રહ્યા હતા આથી ગુસ્સે થઈને વાંદરો તેમને કરડવા માટે દોડતો હતો. આથી, ભત્રીજાએ તેને 5 વર્ષ પહેલા ખાગામાં છોડી દીધો હતો.

इंसान और जानवर के बीच प्यार के कई किस्से सुनेंगे पर फतेहपुर का ये किस्सा है कुछ अलग

એક અઠવાડિયા પહેલા જ વાંદરો પાછો કિસનપુર પોતાના માલિક પાસે આવી ગયો હતો અને તે શિક્ષક શિવરાજની પાસે રહેવા માંડ્યો હતો. દરમિયાન શિક્ષકનું મંગળવારે સાંજે આશરે 4 વાગ્યે દેહાંત થઈ ગયું. ઘરની મહિલાઓ રડી રહી હતી. શિક્ષકના શવને જોઈ છત પરથી વાંદરો તેમની પાસે પહોંચ્યો.

થોડી વાર તે શિવરાજના શવ પાસે બેછો અને પછી જમીન પર સુઈ ગયો. ત્યારબાદ તેણે પણ પોતાના પ્રાણ ત્યાગી દીધા. પરિવારજનો તેમજ ગ્રામીણોએ બંનેના શવોનું એક જ ચિતા પર અંતિમ સંસ્કાર કર્યા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp