જરૂર પડે તો મારા પગારમાંથી રકમ કાપીને...એક પોલીસ ઓફિસરની સોશિયલ મીડિયા પર પોસ્ટ

PC: Khabarchhe.com

સામાન્ય રીતે ખાકીનું નામ આવતા જ લોકોના મનમાં એક ચિત્ર ઉપસતું હોય છે. દાદાગીરી કરનાર, દંડાવાળી કરનાર, ધૌંસ જમાવનાર, ગાળો બોલીને વાત કરનાર અને મોકો મળે તો તમારી પાસેથી વસુલી કરનાર, પરંતુ આ ચિત્ર છેક સાચું નથી. પોલીસવાળાને પણ દિલ હોય છે. સમય આવે ત્યારે જ તે ખબર પડે છે. સામાન્ય સંજોગોમાં એક સામાન્ય વ્યક્તિ કરતા ઘણીબધી સમસ્યાઓથી તે પસાર થતા હોય છે એટલે તેમનો સ્વભાવ પોલીસવાળો થઇ જાય છે.

સંજોગો આસામાન્ય હોય ત્યારે વ્યક્તિનો સાચો સ્વભાવ બહાર આવતો હોય છે. આપણે હાલમાં કોરોના વાયરસના ફેલાવાના ડર વચ્ચે ઘરોમાં કેદ છીએ  ત્યારે પોતાની જાનની પરવા કર્યા વગર પોલીસવાળાઓ આપણા માટે 24 કલાક ડ્યૂટી કરી રહ્યા છે. ઘણી એવી ઘટનાઓ બની રહી છે જેમાં કોઇ પોલીસવાળાએ છોકરીને તેના ઘરે પહોંચાડી હોય કે ગર્ભવતી મહિલાને રસ્તે ચાલતી જોયા પછી પોતાની સરકારી ગાડીમાં હોસ્પિટલ સુધી પહોંચાડી હોય છે. આવી જ એક ઘટનાની વાત કરવી છે.

 ગુજરાત પોલીસના એક આસિસ્ટન્ટ ઇન્ટેલિજન્સ ઓફિસર યુવરાજસિંહ રાઠોડની. યુવરાજસિંહ સુરત આઇબીમાં નોકરી કરે છે. સ્વભાવે ખૂબ સંવેદનશીલ છે. તેમણે સોશિયલ મીડિયા પર મૂકેલી એક પોસ્ટ બીજા બધાને પ્રેરણા આપે તેવી છે. તેમણે લખ્યું છે કે દેશના એક સાચા કર્મનિષ્ટ અને નિષ્ઠાવાન નાગરિક તરીકે સરકારને વિનંતિ કરૂં છું કે કોરોનાની મહામારી વખતે  ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે જરૂર પડે તો મારા પગારમાંથી રકમ કાપી લઇને તેમને મુશ્કેલ સમયમાં મદદ કરજો. આવા સમયમાં મદદ કરીને દેશસેવા કર્યાની ખુશી મળશે.

આ પોસ્ટ કરનાર કોઇ લાખો કરોડો રૂપિયાનો પગાર લેનાર વ્યક્તિ નથી પરંતુ પોતાની શક્તિ મુજબ કંઇ થોડું પણ આપી શકાય તો તે મેળવવાની ખુશી તેમને જોઇએ છે. તેમના પગારમાંથી કાપીને સરકારને એટલી મોટી મદદ પણ કદાચ નહીં થાય પરંતુ જો આ પ્રકારની અપીલ ગુજરાતના સંખ્યાંબંધ સરકારી કર્મચારીઓ કરે અને બીજા લોકો પણ પોતાની શક્તિ મુજબ જરૂરિયામંદ લોકોને મદદ કરે તો આ મુશ્કેલ સમય સહેલાઇથી પસાર થઇ શકશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp