તાઇ ભૂખ લાગી છે, કંઇક લાવ્યા હોય તો આપજો: PM મોદીએ સુમિત્રા મહાજનને કહ્યું

PC: youtube.com

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ઇન્દોરમાં ચૂંટણી સભાને સંબોધન કર્યું હતું. આ દરમિયાન ઇન્દોર બેઠક પરથી હાલના સાંસદ સુમિત્રા મહાજન અને PM મોદી વચ્ચે આત્મીયતા પણ જોવા મળી હતી. PM મોદીએ પોતાના ભાષણમાં 10 વાર તેમનું નામ લીધું. PM મોદીએ વિદાય લેતા કહ્યું, તાઇ ઘણી ભુખ લાગી છે, ભોજન લાવ્યાં હોય તો આપો, ગાડીમાં ખાઇ લઇશ. આના પર સુમિત્રા મહાજને કહ્યું કે, સુરક્ષા કારણોને લીધે ન લાવી શકી. બાદમાં તેમને પોતાના પુત્ર મંદારને ફોન કરીને ખાવાનું મગાવ્યું હતું અને એરપોર્ટ પર વડાપ્રધાન મોદીના સ્ટાફને સોંપ્યો હતો.

PM મોદીએ કહ્યું કે, આ સુમિત્રા તાઇનું શહેર છે જેમને 8 વખત સાંસદ અને લોકસભા અધ્યક્ષ રહીને અલગ છાપ છોડી છે. અમારી પાર્ટીમાં જો કોઇ PM મોદીને ખીજવાઇ શકતું હોય તો તે તાઇ છે. આ પહેલા PM મોદીએ સુમિત્રા મહાજને કરેલા કાર્યોની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે મને તાઇના સંગઠનમાં કામ કરવાનો મોકો મળ્યો. હું ઇંદોરના લોકોને વિશ્વાસ અપાઉં છું કે શહેરના વિકાસમાં તાઇની એક પણ ઇચ્છા અધુરી નહીં રહે.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે આજે અહીં આવ્યો તો લોકોએ મને અભુતપૂર્વ પ્રેમ આપ્યો છે. જે રસ્તો 12 મિનિટમાં કાપવાનો હતો તેમાં 28 મિનિટ લાગી છે. જો હું અહીં ન પહોંચ્યો હોત તો બિનજાહેર રોડ શો થઇ ગયો હોત, આટલો પ્રેમ આપશો તો તાઇએ મને ખાવાનું આપવું પડશે.

ઉલ્લેખનીય છે કે જે રેલીમાં વડાપ્રધાન મોદીએ સુમિત્રા મહાજનનું 10 વખત નામ લીધું એ જ રેલીના મંચ પર પહેલા સુમિત્રા મહાજનનો ફોટો સુદ્ધાં લાગ્યો ન હતો. મોટા નેતાઓ પહોંચ્યાં પછી તુરંત તેમનો ફોટો લગાવવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp