કૂતરા સાચવવા માટે IITએ બી.ટેકની ડિગ્રી માગી, પછી વિવાદ થતા...

PC: gadgets360cdn.com

ક્યારેક કોઈ ખોટી જાણકારીને કારણે એટલો મોટો હોબાળો મચી જાય છે કે, ચોખવટ કર્યા સિવાય છૂટકો નથી હોતો. ડોગ હેન્ડલરની પોસ્ટ માટે નોકરીની એક જાહેરાતમાં એક ખોટી જાણકારીથી ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી દિલ્હી સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહી છે. સોશિયલ મીડિયા પર અનેક કોમેન્ટ સામે દિલ્હી IITએ સ્પષ્ટતા કરવી પડી હતી.

 

તા. 26 ઓગસ્ટના રોજ જ્યારે IIT દિલ્હી કેમ્પસમાં શ્વાનને સંભાળવા માટે ડૉગ હેન્ડલરની ભરતી માટે જાહેરાત આપવામાં આવી હતી. જેમાં યોગ્યતા B Tech, B.com. અને B.A.ની ડીગ્રી માંગવામાં આવી હતી. જેને લઈને સોશિયલ મીડિયા પર આ ભરતીની જાહેરાતની ખોટી રીતે ફજેતી થઈ ગઈ. શૈક્ષણિક સંસ્થાએ તા.6 સપ્ટેમ્બરના રોજ જાહેર કરેલા એક નિવેદનમાં કહ્યું હતું કે, ડોગ હેન્ડલરના મથાળા હેઠળની જાહેરાત સામે IIT દિલ્હી એ સ્પષ્ટતા કરવા માંગે છે કે, જાહેરાતમાં સ્પષ્ટ કરેલી ઓછામાં ઓછી યોગ્યતા અજાણતાથી કોઈ અન્ય નોકરીની જાહેરાતમાંથી કોપી થઈ ગઈ હતી. આ જાહેરાતમાં અપેક્ષિત યોગ્યતા બેચલર ઓફ વેટરનરી સાયન્સની હતી. ઉચ્ચ અધિકારીઓના ધ્યાને આવ્યા બાદ ભરતી પ્રક્રિયા રદ્દ કરી દેવામાં આવી હતી.

 

આ પોસ્ટમાં પરિસરમાં મોટી સંખ્યામાં રહેલા શ્વાનની સારસંભાળ, એમનું હેલ્થ ચેકઅપ, રસીકરણ, ચિકિત્સા, IV ડ્રોપ અને ભોજન વગેરે જેવી કામગીરી નક્કી કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર આ ભૂલને કારણે અનેક લોકોએ કોમેન્ટ કરી છે. કેટલાક લોકોએ અધિકારીઓની યોગ્ય અંગે પણ કોમેન્ટ કરી હતી. એક યુઝરે તો ત્યાં સુધી કોમેન્ટ કરી હતી કે, ડોગ હેન્ડલર માટે રૂ.45000ની સેલેરી અને ક્લાર્ક માટે રૂ.20,000 માત્ર. જોકે, હોબાળો થયા બાદ ભરતી પ્રક્રિયા રદ્દ કરી દેવામાં આવી હતી. આ ભૂલને કારણે સંસ્થાએ સ્પષ્ટતા કરવી પડે એવો હોબાળો મચી ગયો હતો. જોકે, આ પછી કોઈ ભરતીને લઈને કોઈ અધિકારીઓએ કોઈ પ્રકારનું નિવેદન આપ્યું નથી. ભરતીને લઈને આવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં પોસ્ટને અનુલક્ષીને યોગ્યતામાં અનેક પ્રકારના છબરડા હોય છે. એ પછી જે તે રાજ્યની યુનિવર્સિટીનો મામલો હોય કે IIT દિલ્હી જેવી મોટી સંસ્થાઓનો. આવા છબરડાને કારણે અધિકારીઓ અને એમની કામગીરી પર પ્રશ્નો ઊભા થાય છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp