મળો ભારતના સદ્દામ હુસૈનને, જે રોજ કરે છે રામ મંદિરની સફાઈ

PC: newindianexpress.com

કર્ણાટકની રાજધાની બેંગ્લોરમાં રહેતા સદ્દામ હુસૈન નામનો વ્યક્તિ છેલ્લાં 2-3 વર્ષથી એવું કામ કરી રહ્યો છે, જેને સાંભળીને તમને નવાઈ લાગશે. સદ્દામ હુસૈન નામનો આ મુસ્લિમ વ્યક્તિ રામ મંદિરની સફાઈ કરે છે. પરંતુ શા માટે કરે છે? તેનો જવાબ સાંભળીને તમને પણ નવાઈ લાગશે.

બેંગ્લોરના રાજાજીનગર સ્થિત રામ મંદિરની સફાઈની જવાબદારી અહીંના સ્થાનિક નિવાસી સદ્દામ હુસૈને લીધી છે. તે 27 વર્ષનો છે. સદ્દામ કહે છે કે, મંદિરની સફાઈ કરવી તેને ગમે છે. મને અહીં કામ કરવા બદલ દરેક લોકો મારા વખાણ કરી રહ્યા છે. હું છેલ્લાં 2-3 વર્ષોથી અહીં કામ કરી રહ્યો છું.

એટલું જ નહીં, સદ્દામ પોતાની આસપાસના વિસ્તારમાં લોકોના ઘરનો સામાન શિફ્ટ કરવામાં પણ મદદ કરે છે. દુકાનોમાં પણ કામ કરે છે. એટલું જ નહીં પરંતુ તે કેબ પણ ચલાવે છે.

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp