ગુજરાતના યંગેસ્ટ IPS, માતા લોકોના ઘરોમાં રોટલા ઘડતા

PC: ntoday.in

દેશના યંગેસ્ટ IPS ઓફિસર બનનાર સાફીસ હસન તે લોકો માટે મિસાલ છે જેઓ હાલાતની સામે ઝૂંકી જતા નથી. હસનને ભણાવવા માટે તેમના પિતા મજૂરીથી લઈને ઈલેક્ટ્રીશિયનનું કામ પણ કરતાં હતા. તો વળી તેમની માતા લગ્ન-પાર્ટીઓમાં કલાકો સુધી રોટલીઓ વણતા. સાફીનનું જીવન ઘણી પરિશ્રમવાળી પરિસ્થિતિઓમાંથી પસાર થયું છે.

22 વર્ષના સાફીન હસને પહેલી જ તૈયારીમાં UPSC-GPSC પરીક્ષા પાસ કરી લીધી હતી. અને ગુજરાતનો સૌથી યુવા IPS ઓફીસર બની ગયો છે. તેની સફળતાની કહાણી ઘણી પ્રેરણાદાયી અને પડકારયુક્ત છે. સાફીને માતાના અથાક પરિશ્રમને પ્રેરણા બનાવીને પરીક્ષાઓની તૈયારી કરી હતી. પુત્રને ભણાવવા માટે તેની માતા અનેકો કામ કરતી. એ જોઈ હસને નક્કી કરી લીધુ હતું કે તે કાંઈક બનીને દેખાડશે.

પરીક્ષાના દિવસે જ જ્યારે હસન એક્ઝામ સેન્ટર જઈ રહ્યો હતો ત્યારે તેનું અકસ્માત થઈ ગયું હતું. જેમાં તેના ઘૂંટણનો લીગામેન્ટ ફાટી ગયો હતો. તેની સાથે જ તેના ડાબા હાથમાં અને માથામાં ઈજા આવી હતી. સંજોગ કે તેના જમણા હાથને કાંઈ થયું નહોતું. અને તેણે પરીક્ષા આપવાનું નક્કી કર્યું. પેપર(GS3) આપ્યા પછી હસન પ્રાઈમરી ચેકઅપ માટે ગયો અને અન્ય 5 પેપરો પણ આપ્યા.

સાફીન હસન ગુજરાતના પાલનપુરના કાણોદર ગામમાંથી આવે છે. તેના ગામમાં હસને 10માં ધોરણ સુધી ગુજરાતી મીડિયમમાં અભ્યાસ કર્યો હતો. અને પાલનપુરમાં ઉચ્ચ માધ્યમિકનો અભ્યાસ કર્યો હતો. AIEEE ક્લિઅર કર્યા બાદ હસનને NIT સુરતમાં B.Tec(EC)માં એડમિશન મળી ગયું હતું. સ્નાતકની ડિગ્રી મળી ગયા બાદ તે 11 મહિના માટે દિલ્હી CSEની તૈયારીઓ માટે ચાલ્યો ગયો હતો. જેનો ખર્ચો હસનના ગામના એક દંપતિએ ઉઠાવ્યો હતો.

સાફીને એક ઈન્ટરવ્યૂમાં જણાવેલું કે, તેની પ્રાઈમરી સ્કૂલમાં એક દિવસ કલેક્ટર આવ્યા હતા અને લોકોએ તેમને ઘણો આદર આપ્યો હતો. ઘરે જઈને જ્યારે મેં મારી માસીને આ બાબતે પૂછ્યું તો તેમને મને કહ્યું કલેક્ટર જિલ્લાના રાજા હોય છે. તો મેં તેમને પૂછ્યું હતું કે કઈ રીતે બની શકાય. તો માસીએ કહેલું કે સારું ભણતર પ્રાપ્ત કરીને બની શકાય. ત્યારથી મેં મક્કમ કરી લીધુ હતું કે હું ઓફિસર જ બનીશ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp