એક જ કારની વારંવાર એ જ સ્થળેથી ચોરી, માલિક હેરાન, પોલીસ પરેશાન

PC: https://www.aajtak.in

દિલ્હીમાં કાર ચોરીનો અનેક કિસ્સો સામે આવ્યો છે, જે વાંચીને તમે પણ ચકરાવે ચઢી જશો. એ જ વિસ્તાર, એજ સમય, એ જ કારની વાંરવાર ચોરી થવાની પોલીસમાં ફરિયાદ થઇ છે. કારની માલિક હેરાન છે અને પોલીસ પરેશાન થઇ ગઇ છે. જો કે પોલીસનું કહેવું છે કે આરોપી ટુંક સમયમાં જ પોલીસના હાથમાં આવી જશે.  દિલ્હીમાં જે કારની વારંવાર ચોરી થઇ રહી છે તે કારની માલિક આરતી ખન્નાએ દિલ્હી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

દિલ્હીના મુખરજી નગર વિસ્તારમાં કાર ચોરીનો અનોખો કિસ્સો સામે આવ્યો છે. એ જ સમયે, એજ દિવસે, એ જ કારની ચોરી કરવામાં આવી રહી છે. ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. કારની માલિક પોતે એ વાતથી પરેશાન છે કે તેમની જ કારની કેમ વારંવાર ચોરી કરવામાં આવે છે.

સીસીટીવી ફુટેજ 10 જાન્યુઆરી 2021ના છે. ફુટેજમાં જોવા મળી રહ્યું છે કે સવારે 4 વાગ્યેને 49 મિનિટ અને 40 સેકન્ડ પર એક સ્લેટ કલરની કાર પાર્કિંગમાં ઉભેલી 3 કારની સામે આવીને ઉભી રહી જાય છે. થોડી વારમાં આ કાર આગળ વધે છે અને બીજી કાર તેની પાછળ જતી નજરે પડે છે. મતલબ કે સ્લેટ રંગની કારમાં ચોર આવ્યા હતા જે બીજી કાર ચોરીને જતા હતા.

અન્ય ફુટેજ 9 જાન્યુઆરી 2022ના છે. રાત્રે 2 વાગ્યે 59 મિનિટે એક સફેદ કલરની કાર જોવા મળે છે. જેમાંથી કેટલાંક લોકો નીચે ઉતરી રહ્યા છે. લગભગ 3 વાગ્યેને 2 મિનિટે કારમાં આવેલા લોકો એક બીજી કાર લઇને ચાલ્યા જાય છે.

10 જાન્યુઆરી 2021ના દિવસે જે પ્રમાણે ચોરી થઇ હતી તે જ પ્રમાણે 9 જાન્યુઆરી 2022ના દિવસે ચોરી થઇ હતી. નવાઇની વાત એ છે કે 10 જાન્યુઆરી 2021 અને 9 જાન્યુઆરી 2022ના દિવસે જે કારની ચોરી થઇ હતી તે એક જ માલિકની હતી. 10 જાન્યુઆરી 2021ના દિવસે જે કારની ચોરી થઇ હતી તે દિલ્હી પોલીસે એક મહિના પછી શોધી કાઢી હતી.

ફરી એજ કાર જેના માલિક આરતી ખન્નાની કાર 9 જાન્યુઆરી 2022ના દિવસે તે ચોરી થઇ ત્યારે આરતી ખન્નાએ એ વાતની પરેશાની દર્શાવી હતી કે તેમની જ કારને શા માટે ટાર્ગેટ કરવામાં આવી રહી છે?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp