મરઘી સાથે યુવકે બનાવ્યા સંબંધ, પત્નીએ વીડિયો કર્યો રેકોર્ડ, 3 વર્ષની જેલ

PC: dailymail.co.uk

એક યુવકને મરઘી સાથે સંબંધ બનાવવાના આરોપમાં દોષી ગણવામાં આવ્યો છે અને તેને 3 વર્ષની જેલની સજા આપવામાં આવી છે. તેની પત્નીએ જ મરઘી સાથે સંબંધ બનાવવાનો વીડિયો રેકોર્ડ કર્યો હતો.

ડેલી મેલની રિપોર્ટ અનુસાર, દોષી જાહેર થયેલા 37 વર્ષના યુવકનું નામ રેહાન બેગ છે. આ મામલો બ્રિટેનના બ્રેડફોર્જનો છે. બ્રેડફોર્ડ ક્રાઉન કોર્ટે બેગને સજા ફટકારી છે. રિપોર્ટ અનુસાર, ઘટનાને કારણે મરઘીનું મોત થયું હતું. બેગની પત્નીએ એ સ્વીકાર્યું કે તે પણ પતિની આ અજીબ હરકતોમાં તેનો સહયોગ કરતી હતી. જોકે, ઘરેલૂ હિંસાના પુરાવા મળ્યા હોવાના કારણે પત્નીને કોર્ટે સજા ફટકારી નથી.

બ્રિટનની કોર્ટે રેહાન બેગની આ હરકતને વિકૃત ગણાવી હતી. રેહાન બેગની હરકતનો ખુલાસો ત્યારે થયો જ્યારે બાળકોના યૌણ શોષણની તસવીરો રાખવાની સૂચના મળવા પર નેશનલ ક્રાઈમ એજન્સીએ રેહાન બેગના ઘરે છાપેમારી કરી હતી.

રેહાન બેગના કમ્પ્યુટરમાંથી બાળકોના યૌણ શોષણની તસવીરો પણ મળી આવી હતી. તપાસકર્તાઓએ કોર્ટમાં એ પણ જણાવ્યું હતું કે પ્રાપ્ત થયેલા વીડિયોમાં રેહાન ઘણી મરઘીઓ સાથે સંબંધ બનાવતો પકડાયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp