મોલમાંથી 9 જીન્સ ચોરી મહિલાએ એકની ઉપર એક પહેરી, જુઓ વીડિયો

PC: gstatic.com

ચોરીના તમે ઘણાં કિસ્સાઓ સાંભળ્યા હશે, પણ વેનેઝુએલામાં એક મહિલાએ જે રીતે ચોરી કરી તેને જોઈ તમે પણ હેરાનીમાં મૂકાઈ જશો. વેનેઝુએલાના એક શોપિંગ મોલમાં મહિલાએ ચોરી કરવા માટે એકની ઉપર એક એમ 9 જીન્સ પહેરી લીધી હતી.

સોશિયલ મીડિયા પર તેનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં મહિલા પકડાયા પછી એક પછી એક એમ 8 જીન્સ ઉતારી રહી છે. આ વીડિયો વોશરુમમાં શૂટ કરવામાં આવ્યો છે. મહિલાને 9 ડેનિમ જીન્સ પહેરીલી જોઈ શકાય છે.

વીડિયોમાં એક વ્યક્તિ મહિલાની જીન્સની ગણતરી પણ કરી રહ્યો છે. મહિલાની ઓળખ થઈ નથી. ફેસબુક પર આ વીડિયોને 45 લાખ વ્યૂ મળી ચૂક્યા છે. અમુક યૂઝરો તો આશ્ચર્યમાં મૂકાયા કે મહિલાએ 9 જીન્સ પહેર્યા કઈ રીતે? સોશિયલ મીડિયા પર આ પહેલા ઘણાં વીડિયો વાયરલ થઈ ચૂક્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp