પોલીસે જપ્ત કર્યો 50 લાખનો સાપ, આંતરરાષ્ટ્રીય બજારમાં છે ભારે માગ

PC: berkeley.edu

મહારાષ્ટ્રના નવી મુંબઈમાં પોલીસે એક વ્યક્તિ પાસેથી નોખો સાપ જપ્ત કર્યો છે. જેની કિંમત લગભગ 50 લાખ રૂપિયા કહેવામાં આવી રહી છે. આ મામલામાં એક વ્યક્તિની ધરપકડ કરી લેવામાં આવી છે. રેડ સૈંડ બોઆ નામના આ સાપની માંગ આંતરરાષ્ટ્રીય બજારોમાં ભારે છે.

આ સાપ એક સંરક્ષિત પ્રજાતિનો છે. જેની ખરીદી અને વેચાણ પર પ્રતિબંધ છે. તેમ છતાં આંતરરાષ્ટ્રીય બજારમાં તેનો મોટા પાયે વેપાર થાય છે. પોલીસ અનુસાર, આ સાપને નવી મુંબઈના પનવેલ વિસ્તારમાં લાગેલા વન્યજીવ બજારમાંથી તે સમયે જપ્ત કરવામાં આવ્યો, જ્યારે 20 વર્ષનો જાધવ નામનો વ્યક્તિ તેને વેચવાની કોશિશ કરી રહ્યો હતો. તે વ્યક્તિ વિરુદ્ધ મામલો દાખલ કરી દેવામાં આવ્યો છે.

આ સાપની ખાસિયત એ છે કે, તેમાં ઝેર હોતું નથી. અને તેનો આકાર પણ અન્ય સાપોની તુલનામાં જુદો હોય છે. તેનું માથુ અને પૂંછડી ગોળ આકારના જ હોય છે. જેને જોવ પર એવું લાગશે કે તેના બંને તરફ મોઢા છે. કારણે આ સાપ ઘણાં મોટા હોય છે, માટે તે ધીમે ચાલે છે. અને મોટે ભાગે રાતે જ બહાર નીકળે છે.

બીજૂ ખાસિયત એ છે કે, આ સાપ દર બનાવીને રહેતો નથી. બલ્કે ઉંદરના દરમાં ઘૂસીને તેને પોતાનું ઘર બનાવી લે છે. રેડ સૈંડ બોઆ નાના નાના જીવોને ખાય છે. તો અન્ય સાપોને પણ પોતાનું ભોજન બનાવી લે છે.

જો તમને જાણ ન હોય તો, માદા રેડ સૈંડ બોઆ સાપ એક વારમાં ઓછામાં ઓછા 6 બાળકોને જન્મ આપે છે. આ પ્રજાતિના સાપોનો ઉપયોગ દવાઓ અને સૌંદર્ય પ્રસાધનો બનાવવા માટે કરવામાં આવે છે. માટે જ વૈશ્વિક બજારમાં તેની માંગ ભારે રહે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp