26th January selfie contest

Khabarchhe.com નું સ્ટીંગ: દરોડા છતાં માસ્ક સેનેટાઇઝર પર નફાખોરી ચાલુ

PC: Khabarchhe.com

16 રૂપિયામાં અમને કંપનીવાળા આપે છે, અમે 20માં વેચીએ છીએ. સેનેટાઈઝર પણ મોંઘા જ આવે છે. સરકાર કહે છે કે પણ કોઈ આપતું નથી. તમે અમને 7 મા લાવી આપો તો હું 9 રૂપિયામાં વેચુ. હસ્તા હસ્તા આવી નફ્ફટ વાતો મેડીકલની દુકાનવાળા કરતા હતા. આ સંપૂર્ણ બાબત મેં મારા છુપા કેમેરામાં કેદ કરી આપ સમક્ષ મુકી રહ્યો છું. તેની પાછળનુ કારણ એટલું જે છે કે કેવી રીતે કોરોના જેવી એક મહામારીનો લાભ લઈ અને તેનાથી ખૂબ જ ગભરાયેલા ગરીબથી તવંગર એવા લાચાર પ્રજાજનો પાસેથી મેડીકલ સ્ટોર્સ અને એજન્સીવાળા ઉઠાવી રહ્યાં છે.

  • કેન્દ્રીય મંત્રીએ માસ્ક અને સેનેટાઈઝરના ભાવ નક્કી કર્યા પરંતુ

તા. 21 માર્ચના રોજ કેન્દ્રના યુનિયન મિનિસ્ટર ઓફ કન્ઝ્યુમર અફેર્સ ફૂડ એન્ડ પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન મંત્રી રામવિલાસ પાસવાને કોરોનામાં વધુ દરો લેવાતા હોવાની ઉઠેલી ફરિયાદને પગલે ટુ લેયર માસ્કના રૂ. 8 અને થ્રી લેયર માસ્કના રૂ. 10 તેમજ 200 મિલીલિટર સેનેટાઈઝરના રૂ. 100 અને તેની નીચેના એમએલના એ રીતે નક્કી કરવાની જાહેરાત કરી હતી. પાસવાને આ અંગે ટ્વીટ કરી સામાન્ય જનતાને તેની જાણ કરી હતી. જો કોઈ મેડીકલ દુકાનદાર અને સપ્લાય એજન્સી તેના કરતા વધુ રકમ વસુલે તો તેની સામે કાયદેસરની કાર્યવાહીની વાત પણ કરાય હતી. જોકે, તેમ છતાં મેડીકલવાળાઆએ શોર્ટ સપ્લાય કે ઉપરથી જ કંપની વધ દરો વસૂલતી હોવાના બહાના હેઠળ કોરોનાથી ગભરાયેલા મજબૂર લોકોને લૂંટવાનું જારી રાખ્યું છે. સુરતના પુરવઠા વિભાગના માર્ગદર્શન હેઠળ ગ્રાહક સુરક્ષા અને તોલમાપ વિભાગે બે વાર વિવિધ વિસ્તારમાં આકસ્મિક ચેકિંગ કરીને અત્યારસુધી 13થી વધુ મેડીકલ સ્ટોર્સને તે બદલ દંડ્યા છે અને કેટલાક સ્ટોર્સ બંધ કરાવ્યા છે. પરંતુ હજી લૂંટફાટ ચાલુ જ છે. આ ફરિયાદને લઈને મેં કેટલાક મેડીકલ સ્ટોર્સમાં ફરવાનું નક્કી કર્યું.

  • મેડીકલવાળા કહે છે કે, કંપનીવાળા મોંઘુ આપે છે પણ કંઈ કંપની તે કહેતા નથી

કેન્દ્રીય મંત્રીની જાહેરાતનો અમલ કેટલો તે જાણવા રાત્રે હું મોરાભાગળ ચાર રસ્તા પાસેના એક મેડીકલ સ્ટોર્સમાં પહોંચ્યા. મેં શોપધારક પાસેથી થ્રી લેયર માસ્ક અને સેનેટાઈઝર માંગ્યું. માસ્કના રૂ, 20 કહ્યાં અને 100 એમએલ હેન્ડ સેનેટાઈઝરના રૂ. 170 કહ્યાં. જ્યારે 50 એમએલના રૂ. 80 કહ્યાં. કાળા અને લીલા કાપડના અનુક્રમે રૂ. 30 અને રૂ. 40 કહ્યાં. મેં દુકાનદારને રામવિલાસ પાસવાને કરેલી જાહેરાતની યાદ અપાવી. તો તેણે કહ્યું કે એ તો કાલથી અમલ છે ને? મેં કહ્યું કે ના આજથી. તુરંત તેણે ફેરવીને કહ્યું કે શું કરુ ઉપરથી જ મોંઘો માલ આવી રહ્યો છે. નવા ભાવનો વાર લાગશે. મને નિયમની વાત કરતા જોઈ બીજા એક ગ્રાહકે પણ કહ્યું કે, હા બરાબર છે, ભાવ તો સરકારની જાહેરાત મુજબ હોવા જોઈએ. બીજા ગ્રાહકે ચાર માસ્કના સમજીને લેવા કહ્યું તો દુકાનદારે જવાબ આપ્યો કે રિયલી મોંઘા જ આવે છે. દવામાં સારું કે કોઈ ભાવ ફેરફાર ન થાય.

-બહુત ઘુમતે ફિરતે માસ્ક દે જાતે હૈ, કંપનીનું નામ ન બતાવ્યું

એક દિવસ રહીને હું દાંડી રોડની બીજી એક મેડીકલ શોપમાં ગયો. ત્યાં મેં માસ્કનો ભાવ પુછ્યો તો તેણે રૂ. 20 કહ્યો. મેં સરકારી ગાઈડલાઈનની વાત કરી તો દુકાનદારે કહ્યું કે, સરકાર તો બોલતી હૈ પર મુજે લા કે દો. આપ સાત કા લા કે દો મુજે મેં 9 મેં દુંગા સબકો. કંપનીવાલે હી મહેંગા દેતે હૈ. મેં તુરંત કંપનીનું નામ પુછ્યું તો કહે કે બહુત ઘુમતેફિરતે આતે હૈ ઔર દે જાતે હૈ. કંપનીનું નામ ન જ બતાવ્યું. 100 એમએલના સેનેટાઈઝરના આ દુકાનદારે રૂ. 170 કહ્યાં અને બીજી એક કંપનીના રૂ. 130 કહ્યાં. મેં ફરી સરકારની વાત કરી તો કહ્યું કે, સરકાર બોલતી હૈ કી રૂ. 100 મેં 200 એમએલ મિલેગા પર મિલતા નહીં હૈ. આ જ રીતે હું બીજી બેથી ત્રણ મેડીકલમાં ગયો પણ ત્યાં બધે  જ આ જ અનુભવ થયો. મારે પણ જરૂરિયાત હોવાથી મેં તેના ભાવ મુજબના હેન્ડ સેનેટાઈઝર અને માસ્ક ખરીદી લીધા. કેટલીક બ્રાન્ડ કંપનીના નામથી ચાલતા મેડીકલમાં પણ વધુ ભાવ હોવાનું અહીં મળેલા એક ગ્રાહકો મારી સાથે સામાન્ય વાતચીતમાં કહ્યું. સમસ્યા એ છે કે વહીવટી તંત્ર કોરોનાથી લોકોને બચાવવા મથે કે પછી લોકોને લૂંટાતા બચાવે. છતા જે કાર્યવાહી થઈ રહી છે તે ખૂબ જ નજીવી છે. કલેક્ટોરેટ કેટલીક દુકાનના લાઈસન્સ જ રદ કરી દે તો જ આ લૂંટ બંધ થાય તેવું લાગી રહ્યું છે.

  • ઘરે બનાવાયેલા માસ્ક મળી રહ્યા છે
  • હવે મોટા ભાગના મેડીકલ સ્ટોર્સમાં પ્રોપર પ્રોસેસ કરેલા અને નિયમ મુજબના માસ્ક નહીં પરંતુ માંગ જોતા લોકલ માર્કેટમાં કોઈ કાપડ વેપારીએ તૈયાર કરેલા સામાન્ય કપડાના માસ્ક વેચાય રહ્યાં છે.

(રાજા શેખ)

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp