થેંક્યુ સુરત પોલીસઃગર્ભવતી મહિલા તેના પતિ સાથે ચાલતી જઈ રહી હતી પછી શું થયું

PC: jdmagicbox.com

હાલમાં વિવિધ સરકારી ઓફિસો,બેન્કો સ્ટાફ ડૉકટરો અને નર્સીગ સ્ટાફ સહિત પોલીસ કોરોના સામેની લડાઈમાં દેશના લોકોને બચાવવા માટે પોતાની ચીંતા કર્યા વગર કામ કરી રહ્યા છે,સંભવ છે કે કામના ભારણ અને દબાણમાં કયાંક ચુક થવાની પણ સંભાવના પણ છે આમ છતાં જે લોકો સલામત છે તેઓ કાયમ સલામત રાખવાની જવાબદારી પોલીસના શીરે છે.કારણ વગર ઘરની બહાર નિકળતા લોકોને ઘરમાં મોકલી આપવાની જવાબદારી પોલીસની હોવાને કારણે અનેક સ્થળે પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ પણ થાય છે છતાં પોલીસને અંદર રહેલા માણસે ઉત્તમ માણસ હોવાનું ઉદાહરણ પણ પુરૂ પાડયુ છે.

ગુજરાતનું સુરત શહેર બીજુ મુંબઈ છે,જયારે દેશના વિવિધ રાજયના લોકો કામ માટે આવતા હોવાને કારણે કોરાનાનો ડર વધુ છે તેના કારણે સુરત પોલીસ લોકડાઉનનો સખ્તાઈથી અમલ કરી રહી છે, આમ છતાં અનેક નાગરિકો માટે ઘરની બહાર નિકળવુ અત્યંત જરૂરી છે,તે પોલીસ પણ સમજે છે. તેવી ઘટના સુરતના ઉમરા પોલીસ સ્ટેશનમાં પણ ઘટી હતી. સુરતના ઉમરા પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સપેકટર એમ એલ સાળુકે પોતાના વિસ્તારમાં નાકાબંધી કરી રહ્યા હતા,તેઓ કારણ વગર ઘરની બહાર નિકળી લોકોને ઘરે પાછા મોકલી રહ્યા હતા.

આ વખતે એક સ્ત્રી તેના પતિ સાથે ચાલતી રસ્તા ઉપર નિકળી હતી, ઈન્સપેકટર સાળુકે આ દંપતીને જોતા જ ખ્યાલ આવ્યો કે મહિલા ગર્ભવતી છતાં કેમ ચાલતી નિકળી છે તેવો પ્રશ્ન પણ થયો,જયારે સાળુકેએ આ દંપતીને અટકાવી પુછયુ તો જાણકારી મળી કે મહિલા ગર્ભવતી છે અને તેનું નિયમિત ચેકીંગ અને સોનોગ્રાફી થવી જરૂરી છે. ઈન્સપેકટર સાળુકેને આશ્ચર્ય થયુ કે આ દંપતી કેમ ચાલતુ નિકળ્યુ. ત્યારે જાણવા મળ્યુ કે પોલીસ વાહન ડીટેઈન કરે છે તેવી માહિતી હોવાને કારણે તેઓ વાહન હોવા છતાં ચાલતા નિકળ્યા છે.

આ પોલીસનું કામ ન્હોતુ પરંતુ ઈન્સપેકટર એમ એલ સાળુકેની અંદર રહેલા માણસ આ સંવેદના સમજી શકતો હતો,તેમણે તરત પોતાની સરકારી જીપમાં આ દંપતીને હોસ્પિટલમા મોકલી આપ્યુ હતું એટલુ જ નહીં આ મહિલાના તમામ ટેસ્ટ પછી પોલીસની સરકારી ગાડી તેમને ઘરે પણ મુકી આવી હતી.

 (પ્રશાંત દયાળ)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp